<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th July 2025

ભાવનગરના તળાજાના પાવઠી ગામમાં કરુણાંતિકા : રમતી વખતે ગાડી લોક થતા ગૂંગળાઈ જવાથી ભાઈ-બહેનના મોત

સાંજ સુધી ઘરે પરત ન ફરતા શોધખોળ કરતા આંગણામાં પડેલ કારમાંથી બેભાન મળ્યા: તબીબે મૃત જાહેર કર્યા

ભાવનગરના તળાજાના પાવઠી ગામમાં ગાડીમાં ગૂંગળાઈ જવાથી 2 બાળકના મોત થયા છે. પાવઠી ગામમાં ગાડીમાં રમતા ભાઈ-બહેનનું દુર્ઘટનામાં મોત થયું છે. ગાડીમાં રમતી વખતે ગાડી લોક થઈ જતા દુર્ઘટના બની છે.   

તળાજાના પાવઠી ગામના બે બાળકોના મોતની ઘટના સામે આવી છે. મૃતક બંને સગા ભાઈ બહેન હતા. ફોર વહીલમાં રમતા હતા. કાર લોક થઈ જતા ગૂંગળાઈને મૃત્યુ પામ્યા છે. બપોરના સમય થી સાંજ સુધી ઘરે પરત ન ફરતા શોધખોળ કરતા આંગણામાં પડેલ કારમાંથી બે ભાન મળ્યા હતા. તળાજા સરકારી હોસ્પિટલમાં લાવતા તબીબે મૃત્યુ પામેલ જાહેર કર્યા છે.

તળાજાના પાવઠી ગામે એક 4 વર્ષ અને એક 6 વર્ષના બે બાળકોના મોત થયા છે. બાળકો આંગણામાં પાર્ક કરેલી કારમાં રમતા હતા. કાર લોક થઈ જતા બંને બાળકોના ગૂંગળાઈ જવાથી કરૂણ મોત થયા છે. બાળકો ઘરે જોવા ન મળતા પરિવાર દ્વારા શોધખોળ કરવામાં આવી હતી. આંગણામાં પડેલ કારમાંથી બે ભાન મળ્યા હતા. હાલ આ મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(9:24 PM IST)