News of Tuesday, 15th July 2025
ગુજરાત રાજ્ય ખાદીગ્રામોદ્યોગ સંસ્થા સંઘના ચેરમેન તરીકે પરાગભાઈ ત્રિવેદી ચુંટાયા

(દીપક પાંધી દ્વારા) સાવરકુંડલા, તા. ૧પઃ ગુજરાતભરના ખાદીગ્રામોદ્યોગ સંસ્થાઓની સામાન્યસભા અમદાવાદ ખાતે મળી હતી તેમા સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની સંસ્થાઓના પ્રમુખશ્રીઓ અને મંત્રીશ્રીઓ વિશાળ સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર ગુજરાતનુ ખાદીગ્રામ ઉધોગનું પ્રતીનીધીત્વ કરવા માટે યુવા અને નીડર શ્રી પરાગભાઈ ત્રિવેદી ની પસંદગી સર્વાનુમતે થયેલ હતી. ગુજરાત સરકાર અને સંસ્થાઓ ઓ સાથે તાલમેલ કરી ગુજરાત ભરમા આવેલી અસંખ્ય ખાદીગ્રામોદ્યોગની સંસ્થાઓ ઓનો આવતા દિવસો મા વિકાસ થશે તેવી આશા વ્યક્ત કરી ઉપસ્થિત ગુજરાતની સંસ્થા ઓના પ્રમુખશ્રીઓ અને મંત્રીશ્રીઓ તેમજ હોદ્દેદારોએ નવનીયુકત ચેરમેન શ્રી પરાગભાઈ ત્રિવેદી ને શુભેચ્છા આપી હતી.
(12:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
