News of Tuesday, 15th July 2025
ગોપાલભાઇ ભલે અત્યારે ન આવ્યા પણ તે જયારે કહે ત્યારે રાજીનામુ આપવા હું તૈયારઃ કાંતીલાલ અમૃતિયા

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા.૧૫: મોરબીમાં રાજીનામાં ચેલેન્જ બાદ મોટી સંખ્યામાં સમર્થકો સાથે ધારાસભ્ય કાંતિલાલ રાજીનામુ આપવા માટે વિધાનસભા પહોંચ્યા હતા. જો કે ગોપાલ ઇટાલિયા ન આવતા તેઓ સમર્થકો સાથે પરત ફર્યા હતા.
મોરબીમાં જન આંદોલન બાદ શરૂ થયેલ રાજીનામાં ચેલેન્જમાં રાજ્યભરના રાજકારણમાં ગરમાવો લાવી આવી ગયો હતો. તેવામાં સોમવારે ધારાસભ્ય કાંતિલાલ મોરબીથી મોટી સંખ્યામાં તેમના સમર્થકો સાથે વહેલી સવારે ગાંધીનગર ખાતે વિધાનસભા જવા નીકળ્યા હતા. જ્યાં તેઓ વિધાનસભાના પગથીયે પડાવ નાખી ગોપાલ ઇટાલિયાની રાહ જોઈ હતી.
જો કે ગોપાલ ઇટાલિયા ન આવતા આ મામલે ધારાસભ્ય કાંતિલાલે જણાવ્યું કે ગોપાલભાઈ ભલે અત્યારે ન આવ્યા, પણ તેઓ જ્યારે કહેશે ત્યારે હું રાજીનામું આપવા તૈયાર છું.
(1:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
