News of Sunday, 13th July 2025
ઓનલાઇન ફ્રોડ કરતી ગેંગને ઝડપી લેતી જામનગર સાયબર ક્રાઇમ
લોકોને વોટસએપથી RTO challan 500.apk નામની એપ્લિકેશન ફાઈલ મોકલી મોબાઇલ હેક કરી ઓનલાઇન ફ્રોડ કરતા હતાઃ બે આરોપીઓ ઝડપાયા

જામનગરઃ લોકોને વોટ્સએપ મારફતે RTO challan 500.apk નામની એપ્લિકેશન ફાઈલ મોકલી મોબાઈલ હેક કરી ઓનલાઈન ફ્રોડ કરતી ગેંગના આરોપીઓને સાયબર ક્રાઈમ જામનગર પોલીસે પકડી લીધા છે.
પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાજકોટ અશોકકુમાર યાદવ દ્વારા સાયબર ક્રાઇમને લગત ઓનલાઈન આર્થિક ઠગાઈને લગત વધતા ગુન્હાઓ આચરતા આરોપીઓને પકડી પાડવા અને તેઓ વિરુધ્ધ ગુન્હાની તલસ્પર્શી તપાસ થાય અને આરોપીઓને કાયદાની જોગવાઈ મુજબ મહત્તમ સજા થાય તે હેતુથી તાબેના જીલ્લાઓને સતત માર્ગદર્શન આપતા રહે છે, જે અનુસંધાને પોલીસ અધીક્ષક પ્રેમસુખ ડેલુ ના વડપણ હેઠળ નાયબ પોલીસ અધિક્ષક . જે.એન.ઝાલા જામનગર શહેર વિભાગ નાઓના માર્ગદર્શન તથા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પો.ઈન્સ. આઇ.એ. ધાસુરા નાઓ દ્વારા જરૂરી સુચના કરવામાં આવેલ કે, હાલના સંજોગોમાં સાયબર ક્રાઈમના બનાવો વધવા પામેલ છે. જેમા હાલમાં જ જામનગરના એક નાગરીકને આરોપીઓ દ્વારા વોટ્સએપ પર RTO challan 500.apk નામની એપ્લિકેશન ફાઈલ મોકલાવેલ જે મેસેજ RID તરફથી આવેલ હોવાનું ફરીયાદીએ સમજી આ ાઈલ ડાઉનલોડ કરતા તેઓનો મોબાઈલ હેક થઈ ગથેલ હોય, જે બાદ આસેપીઓએ ફરીયાદીના બેંક ખાતાનું એકસેસ મેળવી કૂલ રૂપીયા.૬,૩૯,૯૯૯/- ટ્રાન્સફર કરી લઈ ગુન્હો કરેલ જે બાબતે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુરન ૧૧૨૦૨૦૫૮૨૫૦૦૦૮/૨૦૨૫ બી.એન.એસ. કલમ ૬૧(૨), ૩૧૮(૪), ૩(૫) તથા IT એક્ટ કલમઽક્ક(સી),૬૬(ડી) મુજબ ગુન્હો દાખલ થયેલ અને ગુન્સના આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા સુચના થયેલ હોય,
જે મુજબ સાથબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પો.સબ ઇન્સ્પેક્ટર પી.વી.ગોહીલ , PC ચીરાગભાઈ એચ. બસીયા, PC વિકી હિરેનભાઈ ઝાલા નાઓએ ઉપરોકત ગુા અંગેની ટેક્નિકલ માહિતી એકત્રિત કરી તેનું એનાલિસીસ કરી, તેમજ હ્યુમન સોર્સિસથી માહિતી એકત્રિત કરી આ ગુન્સમાં સડોવાયેલ ગેંગના આરોપીઓને પકડી લઈ પો.ઈન્સ. આઇ.એ. ઘાસુરા નાઓએ આરોપીઓ વિરૂધ્ધ આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપીઓના નામ:-
૧) સમીર મનસુરભાઇ સીદાતર ઉ.વ.૨૫ રહે. ઘાચી વાળ ચોટીલા જિ.સુરેન્દ્રનગર
૨) સીરાજ ઉર્ફે ચિન્ટુ મનુભાઈ કાપડીયા ઉ.વ.૪૫ રહે. ખોજા સોસાયટી ચોટીલા જિ.સુરેન્દ્રનગર
પ્રજાજોગ સંદેશ:
આવા સાયબર ક્રાઈમના બનાવોથી બચવા માટે આપણે શું કરી શકીએ?
વોટ્સએપ, ટેલીગ્રામ, ઈમેઈલ કે કોઈ પણ સોશ્યલ મિડીયાના માધ્યમથી મોકલવામાં આવેલ અજાણી લીંક કે .apk ફાઈલ ડાઉનલોડ/ઈન્સ્ટોલ ન કરો.
આપનું વોટ્સએપ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, ગુગલ આઈ.ડી. વિગેરેમાં ટુ સ્ટેપ વેરીફીકેશન ચાલુ રાખો.
આપના મોબાઈલમાં રહેલ નેટ બેંકીંગ, તમામ UPI એપ તેમજ ગુગલ આઈ.ડી. પર પાસવર્ડ ઓટો સેવ રાખવાનું ટાળો
આપના બેંકિંગ એપના પાસવર્ડ/પીન, કેડીટકાર્ડ/ડેબીટકાર્ડના પીન કોઈને પણ જણાવશો નહીં.
આવો કોઈપણ સાયબર ક્રાઈમનો બનાવ આપની સાથે બને તો તુરંત જ તેની જાણ તાત્કાલિક નજીકના સાથબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં કરવી.
(4:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
