News of Friday, 11th July 2025
મોરબીમાં આશ્થાભેર રામધન આશ્રમ, ખોખરા હરિહરધામ, નકલંક આશ્રમ, શાંતિવાન આશ્રમ સહીત ગુરુપૂર્ણિમાની ઉજવણી.
ભગવાન વેદવ્યાસે જ્યારે પુરાણોની રચનાઓ કરી, વેદોનો વિસ્તાર કર્યો જેના કારણે ગુરુપૂર્ણિમાની ઉજવણી ક૨ાઈ છે

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના શાંતિવન આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમાના પાવન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ દરમ્યાન રમેશભાઈ બાબુલાલ પંડ્યા કે જેઓ છેલ્લા 32 વર્ષથી પ.પૂ.કેશવાનંદ બાપુના આ આશ્રમમાં સેવક તરીકે ફરજ બજાવે છે તેમને જણાવ્યું હતું કે, પુરુપૂર્ણિમા એટલે જે ગુરુથી પૂર્ણ કહેવાય. જ્યાં સુધી સદગુરુ પ્રાણ ન ફૂંકે ત્યાં સુધી માણસ જીવનમાં અધુરો હોય છે. ત્યારે આજે આ આશ્રમ ખાતે ધામધૂમથી ગુરુપૂર્ણિમાની ઉજવણી ક૨વામાં આવી રહી છે. જેમાં સવારે 6 કલાકે ગુરુપૂજન, 7:30 કલાકે ગુરુયાગ થાય છે. સાંજે 4 કલાકે સત્યનારાયણ ભગવાનની કથા અને રાત્રી દરમ્યાન સંતવાણીનો કાર્યક્રમ યોજાઈ છે.
મોરબીના રામધન આશ્રમ ખાતે આજે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. આ દરમ્યાન આશ્રમ ખાતે 1008 મહામંડલેશ્વર રતેશ્વરી દેવીનું સન્માન કરવામાં આવશે. તેમજ કુમારિકા પૂજન, ભુદેવ ભોજનનું આયોજન કરાયું છે. તથા કાલિકાનગર ખાતે સાંજે બટુક ભોજન તથા સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે.
આજે ખોખરા હનુમાન હરિહરધામ ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી ક૨વામાં આવી હતી. જેના ભાગરૂપે આજે પ.પૂ. માં કનકેશ્વરી દેવી મહામંડલેશ્વરનું આજે પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેમજ દર વર્ષે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી અને મધ્યપ્રદેશ સરકારના મંત્રી કૈલાશ વિજયવર્ગીય અને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, તેમજ વિવિધ જગ્યાએથી મોટી સંખ્યામાં લોકો અહીં ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ માટે પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 3 હજારથી વધુ લોકો ભોજનનો લાભ લીધો હતો.
આજે મોરબીના બગથળા ખાતે આવેલ નકલંકધામમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. આ દરમ્યાન નકલંકધામ આશ્રમના મહંત દામજી ભગતે જણાવ્યું હતું કે, દર વર્ષે નકલંકધામ ખાતે ગુરુપૂર્ણિમા અવસરની ઉજવણી કરવામાં આવે છે. ભગવાન વેદવ્યાસે જ્યારે પુરાણોની રચનાઓ કરી, વેદોનો વિસ્તાર કર્યો જેના કારણે ગુરુપૂર્ણિમાની ઉજવણી ક૨ાઈ છે. જેને વેદવ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. માણસના જીવનમાં ચાર પ્રકારના ઋણ રહેલા છે. પહેલું મા બીજું પિતાનું, ત્રીજું ગુરુવરનું તથા ચોથું રાષ્ટ્રનું. ત્યારે આજે મોટા તખ્યામાં લોકો આશ્રમ ખાતે ઉપસ્થિત રહ્યા હતા
(1:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
