<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th July 2025

મોરબી કેશવાનંદ બાપુ આશ્રમે ગુરુપૂર્ણિમા મહોત્સવ નિમિતે મહાપ્રસાદ-સંતવાણી કાર્યક્રમો.

સવારે ૭ કલાકે ગુરુ પૂજન અને ગુરુ યાગ યોજાશે.: રાત્રે ૧૦ કલાકે સંતવાણી કાર્યક્રમ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી :  મોરબીના ધોળેશ્વર રોડ પર આવેલ શ્રી કેશવાનંદ બાપુના આશ્રમ શ્રી શાંતિવન આશ્રમ ખાતે તા. ૧૦ ને ગુરુવારે ગુરુપૂર્ણિમા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે જેમાં સવારે ૭ કલાકે ગુરુ પૂજન અને ગુરુ યાગ યોજાશે.

તેમજ સવારી ૧૧ કલાકથી મહાપ્રસાદ અને રાત્રે ૧૦ કલાકે સંતવાણી કાર્યક્રમ યોજાશે સંતવાણી કાર્યક્રમમાં ભજનિક કિશોરભાઈ વાઘેલા, ભજનિક પ્રીતીબેન વાજા, ભજનિક ભગવાનજીભાઈ બોરીચા, બેન્જો વાદક વિજય મકવાણા, અનિલભાઈ ઉસ્તાદ એન્ડ ગ્રુપ, વાયોલીન વાદક આનંદભાઈ મકવાણા અને મંજીરા વાદક રમેશભાઈ સહિતના કલાકારો તેમજ ગઝલ ગાયક અને સ્ટેજ સંચાલક ડો. શૈલેશ રાવલ સહિતના પધારશે.


 

(12:58 AM IST)