<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th July 2025

કંડલા પોર્ટથી ઓમાન જતા જહાજમાં બ્‍લાસ્‍ટઃ તમામ ૨૧ ક્રૂ મેમ્‍બરોને રેસ્‍કયુ કરાયા

કંડલા પોર્ટ અને કોસ્‍ટગાર્ડની ટીમે રેસ્‍કયુ કામગીરી કરી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૭: કંડલા પોર્ટમાં કેમિકલ ખાલી કરી ઓમાન જઈ રહેલા જહાજમાં એકાએક બ્‍લાસ્‍ટ થયો હતો. આ અંગે માહિતી આપતા દિન દયાળ પોર્ટ કંડલાના પીઆરઓ ઓમપ્રકાશ દાદલાણીએ જણાવ્‍યું હતું કે પોર્ટ પ્રશાસનને જાણ થતાંજ તુરત જ પોર્ટ પ્રશાસને કોસ્‍ટ ગાર્ડ સાથે મળી મદદે પહોચી રેસ્‍કયુ કામગીરી શરૂ કરી હતી. જહાજમાં રહેલા તમામ ૨૧ ક્રૂ મેમ્‍બરોને કંડલા પોર્ટ પ્રશાસન દ્વારા બચાવી લેવાયા હતા.

(11:42 AM IST)