તા. ૫ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૧૫ બુધવાર
News of Monday, 7th July 2025
ઉનામાં મેઘરાજા મન મુકીને વરસતા નથી : વેપારીઓ દ્વારા વરૂણ દેવને પ્રાર્થના

(નવીન જોષી દ્વારા) ઉના, તા. ૬: મેઘરાજા મન મુકીને વરસતા ન હોય વરૂણદેવને રીઝવા વેપારીઓ એ મંદિરમાં ધ્વજા ચઢાવી પ્રાર્થના કરી હતી.
અષાઢ મહિનો હોય અને ઉના પંથક માં નહિવત વરસાદ વરસ્યો હોય ત્યારે ઉના ચેમ્બર ઓફ કોમર્સ તેમજ તમામ વેપારી એસોસિયેશન ના વેપારી બંધુઓ સાંજના પોસ્ટ ઓફિસ ચોક ખાતે એકત્ર થયા હતા. અને વાજતે ગાજતે ધૂન ભજન કરતા કરતા શહેર ના તમામ મંદિરો પર શીશ ઝુકાવી તમામ મંદિરો પર ધ્વજા ચઢાવી વરુણદેવ ને રીઝવા પ્રાર્થના કરી હતી.
ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ ચંદુભાઈ કોટેચા, જીલ્લા ભાજપ ઉપપ્રમુખ રાજુભાઈ ડાભી, ઉના ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ ઈશ્વરભાઈ જેઠવાણી, ઉના ચેમ્બર ઓફ કોમર્સ ના મહામંત્રી મિતેશભાઈ શાહ, ઉના નગરપાલિકાના પ્રમુખ પરેશભાઈ બાંભણીયા, શહેર ભાજપ પ્રમુખ મનીષભાઈ કારીયા, નગરપાલિકાના સદસ્યઓ તમામ સંગઠનના હોદેદારો, શહેર ના તમામ વેપારી એસોસિયેશન ના પ્રમુખો અને વેપારીઓ ભાઈઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા
(11:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
