<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th July 2025

ઉપલેટા વોર્ડ-૩નાં નગરસેવક ચંદ્રપાલસિંહ,મોટાભાઈ હરપાલસિંહએ વોર્ડના કુંડીના ઢાંકણા અને અંડરગ્રાઉન્‍ડ પાઈપ અને કુંડીઓ સાફ કરાવી નગરસેવકની ફરજ અદા કરી

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટાઃ આજના સમયમાં ગાંઠના પૈસે ગોપીચંદ કરાવવાવાળા પરજાના સેવકો ખુબ ઓછા જોવા મળેછે મોટા ભાગના પૈસા કયાંથી મળે તેમાં ગળાડુબ રહેતા હોયછે ત્‍યારે વોર્ડ ૩ નગરસેવક ચંદ્રપાલસિંહ જાડેજા અને  મોટાભાઈ રાજપૂત સમાજના પ્રમુખ હરપાલસિંહ જાડેજા આ બનને જાડેજા બંધુઓ ની વાત અલગ છે. તેમના વોર્ડના કોઈ પણ મતદાર ફરિયાદ કરે કે નળમાં પાણી નથી આવતુ અને પાણીનો વારો સવારે પાંચ વાગ્‍યે હોય તો એ સમયે પહોંચી જાય અને રીપેર કરાવી પાણી રેગ્‍યુલર કરી આપે કોઈની ગટર છલકાવાનીંરોડ રસ્‍તા સ્‍ટ્રીટ લાઈટના દવાખાનાના કામ હોય ગરમીમા ધોમ ધખતા તાપમાં કે વરસતા વરસાદમાં પહોંચી જાય અને જરૂર પડે તો ઘરના પૈસા થી પણ કામ કરી આપે. ગઈ કાલે વોર્ડના વિજળીરોડ ઉપર ગટરની કુંડીઓ તથા ઢાંકણા ઉપર ઉભા રહી રીપેર કરાવ્‍યા તેમજ આદર્શ સ્‍કુલ પાંસે અંડરગ્રાઉન્‍ડ પાઈપ અને નિકાસની કુંડીઓ સાફ અને રીપેર કરાવી બન્ને ભાઈઓ નું ૧૦૮ જેવુ અર્જન્‍ટ બોલાવો એટલે હાજર તેમના પિતાશ્રી રણુભા જાડેજા પણ નગર પાલિકા મા આઠ ટ્રમથી ચુંટાયેલા માજી નગરપતિ છે તેથી રાજકારણ તેમને વારસા માં મળ્‍યુ છે.

(10:32 AM IST)