<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th June 2025

હળવદ-માળીયા હાઇવે ઉપર બટેટાના જથ્‍થા હેઠળ છુપાવી લઇ જવાતો ૧૮ લાખથી વધુનો બીયરનો જથ્‍થો ઝડપાયો

સ્‍ટેટ મોનીટરીંગ સેલના પીઆઇ પી.પી.બ્રહ્મભટ્ટની ટુકડીએ પુર્વ બાતમીના આધારે ટ્રકને આંતરી લીધો

રાજકોટ, તા., ૩૦ : સ્‍ટેટ મોનીટરીંગ સેલના પીઆઇ પી.પી.બ્રહ્મભટ્ટે હળવદ-માળીયા હાઇવે પર નવા દેવળીયા ગામ નજીકથી બટેટા હેઠળ છુપાવાયેલો ૮,ર૯૮ બોટલ-ટીન બીયર ભરેલો ટ્રક પુર્વ બાતમીના આધારે ઝડપી લઇ રાજસ્‍થાનના મુકેશ પુનારામ જાંગુને ઝડપી લઇ હળવદ પોલીસ સ્‍ટેશનના હવાલે કર્યો હતો.

આ ટ્રક ડ્રાઇવર અગાઉ ટંકારા અને લોધીકા પોલીસ સ્‍ટેશનના ર૦ર૩ ની સાલમાં નોંધાયેલા પ્રોહીબીશન ભંગના ગુન્‍હામાં ઝડપાઇ ચુકેલો છે.

બીયરનો જથ્‍થો રાજસ્‍થાનના ડી.એસ.જાસોલ અને તેના બે અજાણ્‍યા સાગ્રીતોએ મોકલ્‍યો હતો. રીસીવર અંગે તપાસ ચાલી રહી છે.

(2:22 PM IST)