તા. ૫ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૪, મંગળવાર
News of Monday, 30th June 2025
ભાવનગરમાં કટોકટીના કાળા દિવસોની યાદમાં મિસાવાસીઓનું સન્માન કરાયુ

ભાવનગર, મેઘાણી ઓડિટોરિયમના મીની હોલ ખાતે આપાતકાલ કે પચાસ સાલ અંતર્ગત કટોકટીના કાળા દિવસોની યાદમાં શહેર ભાજપ અધ્યક્ષ કુમારભાઈ શાહની અધ્યક્ષતામાં શહેર ભાજપ સંગઠન દ્વારા ભાવેણાના દિલીપભાઈ મહેતા, યશોધરભાઈ ભટ્ટ, દિનેશભાઈ ખાટસુરીયા, જીતુભાઇ ગોરડીયા જેવા મિસાવાસી વડીલો પ્રત્યે કળતજ્ઞતા વ્યક્ત કરવામાં આવેલ, જ્યારે પ્રદેશમાંથી વક્તા તરીકે પધારેલ શ્રી શંભુપ્રસાદ ટૂંડિયાએ કટોકટીની વિભીશિકા ઉજાગર કરતું ધારદાર વક્તવ્ય આપ્યું હતું. આ કાર્યક્રમમાં પヘમિના ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી અને પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યા, પૂર્વ પ્રમુખો અને પૂર્વ મહામંત્રીશ્રીઓ સહિત શહેર સંગઠન, વરિષ્ટ આગેવાનો, ચુંટાયેલા જનપ્રતિનિધિઓ, વોર્ડ સંગઠન, તમામ સેલ, મોરચા અને સમિતિઓના હોદ્દેદારો, તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ મહામંત્રી અને કાર્યક્રમના પ્રભારી નરેશભાઈ મકવાણા અને કાર્યકર્તાઓએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉપાડી હતી
(11:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
