<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th June 2025

સાંસદ કાર્નિવલના આયોજન સાથે ભુજમાં કચ્છી નવા વરસની ઉજવણીનો થનગનાટ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સાંસદ વિનોદ ચાવડા આવતીકાલ અષાઢી બીજના હમીરસર તળાવના કાંઠે કાર્નિવલને ખુલ્લો મૂકશે, ૬૪ થી વધુ ફ્લોટ સાથે ૧૬૦૦ કલાકારો કલાના કામણ પાથરશે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૬ :  અષાઢી બીજ એટલે કચ્છી નવું વરસ. આવતીકાલે કચ્છમાં વિવિધ કાર્યક્રમો દ્વારા કચ્છી નવા વરસની ઉજવણી કરાશે. આ વખતે સાંસદ વિનોદ ચાવડા પ્રેરિત સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ દ્વારા કચ્છ કાર્નિવલના આયોજન દ્વારા કચ્છી નવા વરસની ઉજવણી કરાશે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે આવતીકાલ તા.૨૭.૭ ના સાંજે ભુજના હમીરસર તળાવના કાંઠે સાંસદ કચ્છ કાર્નિવલને ખુલ્લો મુકાશે. સમગ્ર કચ્છ જિલ્લામાંથી સાંસદ કચ્છ કાર્નિવલને જબરદસ્ત આવકાર મળી રહ્યો છે. હિલોળા લેતા હમીરસર તળાવના કાંઠે રોશનીના ઝગમગાટ વચ્ચે ૬૪ ફ્લોટ સાથે ૧૬૦૦ કલાકારો પોતાની કલાના કામણ પાથરશે. કચ્છી નવા વરસની ઉજવણીનો અભૂતપૂર્વ થનગનાટ વરતાઈ રહ્યો છે. સાંસદ કચ્છ કાર્નિવલ નિહાળવા હજારો કચ્છી માડુઓ હમીરસર તળાવના કાંઠે ઉમટી પડશે.

(9:38 AM IST)