News of Wednesday, 25th June 2025
ભાણવડમાં ૪ ફૂટ લાંબા મગરનું કરાયેલ રેસ્કયુ

ખંભાળીયા, તા. રપ : ભાણવડના મોખાણા ગામની નજીકના વાડી વિસ્તારમાં ચાર ફૂટનો લાંબો એક મગર ચડી આવતા લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. નજીકના રહીશો દ્વારા ભાણવડ એનિમલ લવર્સ ગૃપ નો સંપર્ક કરવામાં આવ્યો હતો. જાણ થતા જ એનિમલ લવર્સ ગૃપ ના સદસ્યો તથા ભાણવડમાં રેસ્કયુઅરો તુરત જ સ્થળ પર પહોંચી ગયા હતા તથા નદી જંગલ વિસ્તારમાંથી ગામમાં આવી ગયેલા આ મગરને બરડા ડુંગરના કુદરતી આવાસમાં મુકત કરાયો હતો. એનિલ લવર્સ ગૃપના અશોકભાઇ ભટ્ટ, દુદાભાઇ ભરવાડ, દત્ત દેસાઇ, સમીર ઉનડકટ, અક્ષયભાઇ, વિશાળભાઇ વિ. જોડાવા હતા.
(11:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
