<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st June 2025

ઝાલાવાડમાં ત્રણ દરોડા ૨૪ જુગારી ઝડપાયા

 

વઢવાણ, તા.૨૧: ધ્રાંગધ્રાની જડેશ્વર સોસાયટીમાં જાહેરમા અમુક શખ્સો ગુડદી પાસાનો જુગાર રમતા હોવાની બાતમી મળતા ગુડદી પાસાનો જુગાર રમતા સફીર મુસ્તુફાભાઈ મંડલી, અનીશ અબ્રાહમભાઈ રાજા, આશીફ મહેબુબભાઈ ડોડીયા, શાહરૂખ લીયાકતભાઈ ગોરી, શાહબાજ સીકંદરભાઈ મંડલી, સદ્દામ હનીફભાઈ કારદાર, રૂહાન અયુબભાઈ શેખ, મોહસીન સલીમભાઈ સંધી, હમીદ મહેબુબભાઈ સીપાઈ, સોહીલ અલારખાભાઈ સુમરા, નીયાજ યાસીનભાઈ મંડલી અને રીઝવાન અયુબભાઈ મંડલી ઝડપાયા હતા. આ શખ્સો પાસેથી રોકડા રૂપીયા ૩૦,૩૫૦, રૂપીયા ૧૦,૫૦૦ના ૩ મોબાઈલ સહિત કુલ રૂપીયા ૪૦,૮૫૦ની મત્તા જપ્ત કરાઈ હતી. જયારે થાન પીઆઈ વી.કે.ખાંટ સહિતની ટીમને થાન નવાવાસમાં જુગારની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં ચીરાગ રસીકલાલ દંગી, પંકજ કાંતીલાલ રાઠોડ, ભરત મથુરભાઈ ચૌહાણ, ભરત નારણભાઈ માલકીયા, મયુર ઉર્ફે ગની ભરતભાઈ પરમાર, દીલીપ છનાભાઈ પરમાર, જયેશ જયંતીલાલ ચાવડા, આશીષ હિતેન્દ્રભાઈ અને બીપીન વાઘજીભાઈ પરમાર રોકડા રૂપીયા ૪૫,૩૫૦, રૂપીયા ૪૦ હજારના ૮ મોબાઈલ, રૂપીયા ૨૫ હજારનું બાઈક, રૂપીયા ૩૦ હજારનું એકટીવા સહિત રૂપીયા ૧,૪૦,૩૫૦ની મત્તા સાથે ઝડપાયા હતા. બીજી તરફ પાટડીના પઠાણવાસમાં રહેતો અજીજ દાવલભાઈ સીપાઈ ખાતરના ગોડાઉન પાસેથી વરલીનો જુગાર રમતા રોકડા રૂપીયા ૭૬૦ સાથે પકડાયો હતો.

(11:56 AM IST)