News of Saturday, 21st June 2025
કચ્છના કોડાય ગામે નવો બનાવેલો પાણીનો ટાંકો ધબાય નમઃ થતાં મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દોડી આવ્યા
અડધો અડધ ટાંકા બિનઉપયોગી, પાણી પુરવઠાનું લોલમલોલ કામ, અન્ય ટાંકો ત્રણ વર્ષથી તૈયાર પણ નબળું બાંધકામ હોઈ પંચાયતે સંભાળવા નનૈયો ભણ્યો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૧ : ગઈકાલે કચ્છના પ્રવાસે આવેલા રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા માંડવી તાલુકાના કોડાય ગામે પહોંચ્યા હતા. અહીં તેમણે ધારાસભ્ય અનિરુદ્ધ દવે સાથે ત્રણ દિવસ પહેલા ધરાશાયી થયેલા ૭૦ હજાર લિટરના પાણીના ટાંકા વિશે સ્થાનિક લોકો પાસેથી જાણકારી મેળવી હતી. સરકાર અને પ્રજાના પૈસે લાખો રૂપિયાના ખર્ચ બનાવાયેલ આ ટાંકો નબળી ગુણવત્તા ના કારણે ધરાશાયી થયો હતો. અન્ય ચોકાવનારી માહિતી એ છે કે કોડાય ગામે અન્ય પાણીનો ટાંકો ૨૦૨૨ થી તૈયાર છે પણ નબળું બાંધકામ હોઈ પંચાયતે પાણી પુરવઠા પાસેથી કબજો લીધો નથી. મુન્દ્રા માંડવી તાલુકામાં ૬૦ ટાંકા પૈકી ૩૦ ટાંકા બિન ઉપયોગી પડ્યા છે માત્ર ૩૦ ટાંકાનો ઉપયોગ થાય છે. ભ્રષ્ટ અધિકારીઓ સરકાર અને કાયદાને એ બંનેને દાદ આપતા નથી. એટલે કામગીરી માં ભ્રષ્ટાચાર વ્યાપક બન્યો છે સરકારના રૂપિયા વેડફાય છે અને પાણી વગર પ્રજા પરેશાન થાય છે.
(9:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
