તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Wednesday, 18th June 2025
રાજુલામાં ભારે વરસાદથી વાવેરા નજીક પુલનું ધોવાણ : તંત્રની ત્વરિત કામગીરીથી 24 કલાકમાં ફરી શરૂ કરાયો
માર્ગ-મકાન વિભાગના અધિક્ષક ઇજનેર, કાર્યપાલક ઇજનેર અને સ્થાનિક પેટા વિભાગના સ્ટાફે 24 કલાક સતત કામગીરી કરી

અમરેલીઃ જિલ્લાના રાજુલા તાલુકામાં 8 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે વાવેરા ગામ નજીક આવેલા પુલ પર મોટું નુકસાન થયું હતું. વાવેરા-બર્બટાણા-બાબરીયાધાર રસ્તા પર આવેલા પુલ પર બંને તરફથી પાણીનો ધસમસતો પ્રવાહ વહ્યો હતો. પુલના ગાળાઓમાં મોટા પ્રમાણમાં વૃક્ષો, ઝાડી-ઝાંખરા અને કચરો ફસાઈ ગયો હતો.
તંત્ર અને માર્ગ-મકાન વિભાગે તાત્કાલિક પગલાં લીધા હતા. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પુલને તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યો હતો. માર્ગ-મકાન વિભાગના અધિક્ષક ઇજનેર, કાર્યપાલક ઇજનેર અને સ્થાનિક પેટા વિભાગના સ્ટાફે 24 કલાક સતત કામગીરી કરી હતી.
વરસાદી પાણીના ધોવાણથી નુકસાન પામેલા એપ્રોચની મરામત કરવામાં આવી હતી. 24 કલાકમાં આ રોડ વાહન વ્યવહાર ફરી શરૂ થતાં સ્થાનિક ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. માર્ગ-મકાન વિભાગ દ્વારા ગામડાના અન્ય માર્ગો પર જ્યાં-જ્યાં ખાડા અને ધોવાણ જોવા મળશે, ત્યાં પણ સમારકામ કરવામાં આવશે.
(9:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
