<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th June 2025

પૂ. શ્રી મોક્ષપ્રીતિજી મહાસતીજીનો આજે ૩૬ માં ઉપવાસે સંથારો સીજી ગયો

ગોંડલ સંપ્રદાયના આજીવન અનસન આરાધિકા મુંબઇ ખાતેથી પૂ. શ્રીની ૩ વાગ્‍યે પાલખી યાત્રા

રાજકોટ, તા. ૪ :  ગોંડલ સંપ્રદાયના આજીવન અનસન આરાધિકા પૂ. શ્રી મોક્ષપ્રિતિજી મ.સ.નો આજે ૩૬માં ઉપવાસે મુંબઇ ખાતે સંથારો સીજી ગયો છે.

જીવન કવન

સંસારી નામ : મંજુલાબેન

પિયર પક્ષ : રૂપાણી પરિવાર

જન્‍મ : રંગુન (પરદેશ)

જન્‍મ સાલ : ઇ.સ. ૧૯૨૮

મૂળવતનઃ ચણાકા (સૌરાષ્‍ટ્ર)

માતા પિતાઃ રત્‍નકુક્ષિણી માતા શ્રી માનકુંવરબેન મગનલાલ રાજપાલ રૂપાણી

ત્રણ ભાઈઓ : ભુપેન્‍દ્રભાઈ, ચંદ્રકાંતભાઈ, નવીનભાઈ.

ત્રણ બહેનો : કુંદનબેન શાહ, નિર્મળાબેન મહેતા, સરોજબેન ગોડા.

ર્ંઅનસન આરાધક નુતન દીક્ષીત પૂજ્‍ય શ્રી મોક્ષપ્રીતિજી મહાસતીજી સંસારી પરિવાર ટોલીયા પરિવાર્રં

પતિ : સ્‍વ. વલ્લભદાસ પરમાણંદદાસ ટોલીયા

સુપુત્રી : પુષ્‍પાબેન (બા.બ્ર.પૂ. પ્રિતિસુધાજી મ.સ.ર્)ં

સુપુત્રો : ધીરજલાલ , હર્ષદભાઈ , જયેશભાઈ, નીલેશભાઈ.

પુત્રવધુઃ સ્‍વ.  સરલાબેન, લતાબેન, વર્ષાબેન, હીનાબેન.

પોતાના આત્‍માને ધર્મ તરફ આગળ વધારતાં ત્રણ - ત્રણ વર્ષથી આત્‍મકલ્‍યાણ અર્થે પોતાનું જીવન પરિવર્તન કરતાં પોતાના લક્ષ તરફ આગળ વધતાં માતા નાં રસ્‍તે ચાલતાં સંથારાનાં ભાવને દ્રઢ બનાવતાં પરિવાર પાસે આજ્ઞા માંગી પરિવારજનો એ આત્‍મકલ્‍યાણ નાં માર્ગે આગળ વધવા આજ્ઞા આપી, ભાવ પુર્ણ થતાં ર્ંગોંડલ સંપ્રદાયના ગાદીપતિ ગુરુદેવ પૂજ્‍ય શ્રી ગિરીશચંદ્રજી સ્‍વામી નાં આજ્ઞાનુવર્તી  પૂજ્‍ય શ્રી અમળતબાઈ મહાસતીજી નાં સુશિષ્‍યા સરલ સ્‍વભાવી પૂજ્‍ય શ્રી લતાબાઈ મહાસતીજી નાં સુશિષ્‍યા પૂજ્‍ય શ્રી પ્રીતિસુધાબાઈ મહાસતીજી પૂજ્‍ય શ્રી રોશનીબાઈ મહાસતીજી પૂજ્‍ય શ્રી ભવ્‍યાનીબાઈ મહાસતીજી ની સમીપે ૯૭ વર્ષ ની ઉંમરે તા. ૩૦/૪/રપ, બુધવાર  અખાત્રીજ (વૈશાખ સુદ ત્રીજ) નાં  શુભ દિવસથી અક્ષય સુખ પ્રાપ્ત કરવા, ઉપવાસની શરૂઆત કરેલ, નવમાં ઉપવાસે તા. ૮/પ/ર૦રપ ગુરૂવાર સવારે સંથારા સાથે ભાવ દીક્ષા ગ્રહણ કરી. ર૩ માં ઉપવાસે તા. રર/પ/ર૦રપ ગુરૂવારે સવારે ગોંડલ સંપ્રદાયનાં પૂ. પ્રિતિસુધાજી મ.સ. (સંસારી પુત્રી) નાં શ્રી મુખેથી કરેમિ ભંતે નો ભવતારક મહામંત્ર સ્‍વીકારી કર્મ રજ ને હરનાર રજોહરણ સ્‍વીકારી, શાંતાક્રુઝ મુંબઈ માં આજીવન અનસન આરાધિકા શ્રી મંજુલાબેન ટોલીયા બન્‍યા પૂજ્‍ય શ્રી મોક્ષપ્રિતીજી મહાસતીજી. ગોંડલ સંપ્રદાયનાં મહાસતીજી વળંદમાં ૨૧૫ માં ક્રમાંકે બિરાજમાન થયા હતા. અનસન વ્રત ૩૬ દિવસ ચાલેલર્.ં

 પુ. શ્રી ના દર્શન નો સમય ૧૧  થી ૩ પાલખી નો સમય   બપોરે : ૩:૦૦ કલાકે,  પાલખી પ્રસ્‍થાન સ્‍થળઃ હર્ષદભાઇ ટોલિર્યાં  ૪૦૨, અમળત બિલ્‍ડીંગ, પી. એમ. રોડ, હાઈ લાઈફ મોલ નજીક, ઉપાશ્રયની બાજુમાં, શાંતાક્રુઝ વેસ્‍ટ. મુંબઇ ખાતેથી નિકળશે. (૯૮૨૦૧૩૯૭૭૭).

ર્ંગુરુ પ્રાણ પરિવારનાં વડેરા ગુજરાત રત્‍ન પૂ. શ્રી સુશાંતમુનિ મહારાજ સાહેબ, રાષ્‍ટ્રસંત પૂ. શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ, સદગુરુદેવ પૂ. શ્રી પારસમુનિ મહારાજ સાહેબ, તથા સંપ્રદાય વરિષ્ઠા પૂજ્‍ય શ્રી પ્રાણકુંવરબાઈ મહાસતીજી આદિ સર્વ સતીવળંદે અનસન આરાધિકા ને શ્રધ્‍ધાંજલિ પાઠવેલ છે. ગોંડલ સંપ્રદાયવતી સી.એમ. શેઠની યાદીમાં જણાવ્‍યું છે. 

(1:44 PM IST)