તા. ૩ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૧૫ શનિવાર
News of Sunday, 1st June 2025
મોરબીના રંગપર રોડ પર બોલેરો ધ્યાનથી ચલાવવાનું કહેતા અધેડ જીવલેણ હુમલો કર્યો.
ફરિયાદી વીરેન્દ્રસિંહને પગમાં ગંભીર ઈજા કરી તેમજ યોગેન્દ્રસિંહને માથામાં હેમરેજ અને ફ્રેકચર અને ગંભીર જીવલેણ ઈજા પહોંચાડી વાહન લઈને નાસી ગયા

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબીના રંગપર રોડ પર બોલેરો વાહન ધ્યાનથી ચલાવવાનું કહેતા સારું નહિ લાગતા બે શખ્શોને આધેડ સહિતના બેને માર મારી મારી માંન્ખ્વાના ઈરાદે જીવલેણ હુમલો કરી લોખંડ પાઈપ વડે મારી ગંભીર ઈજા કરી વાહન લઈને નાસી ગયા હતા મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.
મોરબીના રંગપર જુના ગામના રહેવાસી વીરેન્દ્રસિંહ વેશુભા ઝાલા (ઉ.વ.૫૦) વાળાએ આરોપીઓ મહેશ છના ભરવાડ (રહે રફાળેશ્વર મોરબી) અને અજાણ્યો શખ્શ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી વીરેન્દ્રસિંહે આરોપી મહેશ ભરવાડને પોતાનું બોલેરો પીકઅપ જીજે ૩૬ ટી ૦૭૧૩ ધ્યાનથી ચલાવવાનું કહ્યું હતું જે સારું નહિ લાગતા તેની સાથે રહેલા અજાણ્યા ઇસમેં ફરિયાદી વીરેન્દ્રસિંહ અને યોગેન્દ્રસિંહને ગાળો આપી ઢીકા પાટું માર મારી લાકડી અને પાઈપ વડે આડેધડ માર મારી જાનથી મારી નાખવાના ઈરાદે જીવલેણ હુમલો કરી ફરિયાદી વીરેન્દ્રસિંહને પગમાં ગંભીર ઈજા કરી તેમજ યોગેન્દ્રસિંહને માથામાં હેમરેજ અને ફ્રેકચર અને ગંભીર જીવલેણ ઈજા પહોંચાડી વાહન લઈને નાસી ગયા હતા મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.
(11:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
