તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Sunday, 11th May 2025
મોરબીના શનાળા રોડ પરથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો

મોરબી: મોરબીના શનાળા રોડ મોમ્સ હોટલ પાછળ માંગરની વાડી વાળા રોડ પરથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને મોરબી એ ડીવીઝન પોલીસની ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી એ ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન શનાળા રોડ પર મોમ્સ હોટલ પાછળ માંગરની વાડી વાળા રોડ પરથી વિદેશી દારૂની બોટલ નંગ ૪ કીમત રૂ.૧૨૦૦ સાથે આરોપી મનસુખભાઈ પરસોતમભાઈ મકવાણાને ઝડપી પાડ્યો હતો તો લાલજીભાઈ રમેશભાઈ કંજારિયા પાસેથી જથ્થો લીધો હોવાની કબુલાત આપી હતી
(5:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
