News of Sunday, 11th May 2025
જામનગર એલસીબીનો સપાટો : મોટરસાયકલ ચોર રાહુલ અઘેરા ચોરાયેલા વાહન સાથે ઝડપાયો
દિગ્જામ સર્કલ પાસેથી રૂ. ૨૦,૦૦૦ની કિંમતનું સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ કબજે : વધુ તપાસ સીટી સી ડિવિઝન પોલીસને સોંપાઈ

મુકુંદ બદીયાણી, જામનગર, તા. ૧૧: પોલીસ મહાનિરીક્ષક અશોકકુમારની સૂચના અને જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલૂના માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસે વાહન ચોરીના ગુનાને ઉકેલવામાં સફળતા મેળવી છે. જામનગર એલસીબીની ટીમે પેટ્રોલિંગ દરમિયાન ચોરી કરનાર રાહુલ જેન્તીભાઈ અઘેરા નામના ૨૬ વર્ષીય યુવકને ચોરાયેલા મોટરસાયકલ સાથે ઝડપી પાડ્યો છે.
એલસીબીના પો.ઇન્સ. વી.એમ.લગારીયાના માર્ગદર્શન હેઠળ એલસીબીના પો.સ.ઇ. પી.એન.મોરી અને પો.સ.ઇ. સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફના માણસો જામનગર શહેરમાં વાહન ચોરી અને ઘરફોડ ચોરીના અનડીટેક્ટ ગુનાઓ શોધવા માટે પેટ્રોલિંગમાં હતા. દરમિયાન, સ્ટાફના દિલીપભાઇ તલાવડીયા, હીતેન્દ્રસિંહ જાડેજા અને કાસમભાઇ બ્લોચને ચોક્કસ બાતમી મળી હતી કે જામનગર શહેરમાં દિગ્જામ સર્કલ પાસે ઓવરબ્રિજ નીચે પેટ્રોલપંપ સામે એક ચોરી કરનાર ઇસમ ઊભો છે.
બાતમીના આધારે પોલીસે દરોડો પાડી રાહુલ જેન્તીભાઈ અઘેરા (ઉં.વ. ૨૬, રહે. જગાતનાકા સોહમનગર શેરી નંબર ૩, જામનગર, મૂળ ગામ ધ્રોલ ગાયત્રીનગર રામાપીરના મંદિર પાસે)ને હીરો કંપનીના સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ (રજી. નં- GJ-37-A-2226, કિં.રૂ. ૨૦,૦૦૦/-) સાથે ઝડપી પાડ્યો હતો. આ મોટરસાયકલ સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનના ગુ.ર.ન. ૧૧૨૦૨૦૦૨૨૫૦૮૪૬/૨૦૨૫ આઇપીસી કલમ ૩૭૯(૨) મુજબના ચોરીના ગુનામાં સંડોવાયેલું હોવાનું તપાસમાં ખુલ્યું હતું.
પોલીસ હેડ કોન્સ હીતેન્દ્રસિંહ જાડેજાએ આ અંગે કાયદેસરની કાર્યવાહી કરી આરોપી રાહુલ અઘેરાને વધુ તપાસ માટે સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપી આપ્યો છે. આ સફળ કાર્યવાહી પો.ઇન્સ. વી.એમ.લગારીયાના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. પી.એન.મોરી, પો.સ.ઇ. સી.એમ.કાંટેલીયા તથા એલસીબી સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, શરદભાઇ પરમાર, નાનજીભાઇ પટેલ, દિલીપભાઇ તલવાડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઇ કોડીયાતર, મયુદીનભાઇ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, ધમેન્દ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઇ પરમાર, ભરતભાઇ ડાંગર, ધનશ્યામભાઇ ડેરવાળીયા, સુમીતભાઇ શીયાર, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, સુરેશભાઇ માલકીયા, ભારતીબેન ડાંગર, દયારામ ત્રિવેદી અને બીજલભાઇ બાલાસરા દ્વારા કરવામાં આવી હતી.
(3:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
