<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th April 2025

ભાવનગરના કૂંડામાં કાર અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત : એક મહિલાનું મોત: ચાર લોકોને ઈજા

ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે ભાવનગર સિવિલ હોસ્પિટલ ખસેડાયા :અકસ્માત બાદ કાર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો

ભાવનગરના કૂંડામાં કાર અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક મહિલાનું મોત નીપજ્યુ હતું. જ્યારે ચાર લોકોને ઈજા પહોંચી હતી

ભાવનગરના કૂંડામાં રતનપુર પાટી પાસે કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ચાલકે રિક્ષાને અડફેટે લેતા અકસ્માતની ઘટના સર્જાઈ હતી. જેમાં રિક્ષામાં મુસાફરી કરી રહેલા એક મહિલાનું મોત થયું હતું. અકસ્માત બાદ કાર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો.  

 

 

(10:54 PM IST)