News of Sunday, 27th April 2025
અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની ચિક્કાર આવક
એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક 25 ક્વિન્ટલ કેરીની આવક થઈ હતીઃ કેસર કેરીનો ભાવ 1600-2400 રૂપિયા અને હાફૂસ કેરીનો ભાવ 1500-3600 રૂપિયા નોંધાયો

અમરેલી: કેસર કેરીની આવકમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં મહિનાની રેકોર્ડ બ્રેક કેસર કેરીની આવક થઈ હતી. યાર્ડમાં 25 ક્વિન્ટલ કેસર કેરીની આવક થઈ હતી. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનો ભાવ 1600 રૂપિયાથી 2,400 રૂપિયા સુધી નોંધાયો હતો. 25 ક્વિન્ટલ કેસર કેરીની આવક નોંધાઈ હતી. 2000 રૂપિયા સરેરાશ ભાવ નોંધાયો હતો. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં સિઝનની સૌથી વધુ કેસર કેરીની આવક થઈ હતી.
અમરેલી માર્કેટિંગ યાર્ડમાં સિઝનનો સૌથી વધુ આવક નોંધાય છે. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં એક દિવસમાં કેસર કેરીની 25 ક્વિન્ટલ અને હાફૂસ કેરીની દસ ક્વિન્ટલની આવક નોંધાય છે. એક મહિનાથી કેસર કેરી અને હાફૂસ કેરીની આવક નોંધાઈ રહી છે. માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધુ આજે રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ હતી. 35 ક્વિન્ટલ કેરીની આવક નોંધાઈ હતી.
અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનો ભાવ 1600 રૂપિયાથી 2400 રૂપિયા સુધી નોંધાયો હતો, સાથે હાફૂસ કેરીની આવક નોંધાઈ હતી. હાફૂસ કેરીનો ભાવ 1500 રૂપિયાથી 3,600 સુધી નોંધાયો હતો. 10 ક્વિન્ટલ હાફૂસ કેરીની આવક નોંધાઈ હતી. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં ચીકુનો ભાવ 500 થી 900 રૂપિયા સુધી નોંધાયો હતો. દાડમનો ભાવ 500 થી 1,750 રૂપિયા સુધી નોંધાયો હતો. મોસંબીનો ભાવ 500 થી 850 રૂપિયા સુધી નોંધાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં 10 ક્વિન્ટલ મોસંબીની આવક નોંધાઈ હતી.અમરેલી માર્કેટિંગ યાર્ડમાં 35 ક્વિન્ટલ ટેટીની આવક નોંધાઈ હતી. ટેટીનો ભાવ 140 રૂપિયાથી 400 રૂપિયા સુધી બોલાયો હતો. તરબૂચનો ભાવ 150 રૂપિયાથી 280 રૂપિયા સુધી નોંધાયો હતો. 30 ક્વિન્ટલ તરબૂચની આવક નોંધાઈ હતી. સંતરાનો ભાવ 1500 રૂપિયાથી 3000 રૂપિયા સુધી નોંધાયો હતો.
(3:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
