<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th March 2025

૭ માર્ચના રોજ જિલ્લા રોજગાર કચેરી જામનગર ખાતે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન

નોકરીદાતાઓ દ્વારા સ્થળ પર જ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે

જામનગર: આગામી તા.૦૭/૦૩/૨૦૨૫ ના રોજ જિલ્લા રોજગાર કચેરી જામનગર દ્વારા ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. આ રોજગાર ભરતી મેળામાં મોટી સંખ્યામાં વિવિધ ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓ ઉપસ્થિત રહેશે અને આ નોકરીદાતાઓ દ્વારા સ્થળ પર જ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. 

 આ ભરતી મેળામાં હાજર રહેવા માંગતા ઉમેદવારોએ પોતાના બાયો ડેટા સાથે તા.૦૭/૦૩/૨૦૨૫ ના રોજ જિલ્લા રોજગાર કચેરી, એસ.ટી. ડેપો સામે જામનગર ખાતે સવારે ૧૦:૩૦ કલાકે ઉપસ્થિત રહેવા રોજગાર અધિકારી જામનગરની યાદીમાં જણાવવામાં આવેલ છે. વધુ માહિતી માટે ૦૨૮૮-૨૫૬૪૬૫૪ પર સંપર્ક કરી શકાશે.

(7:49 PM IST)