News of Wednesday, 5th March 2025
શ્રી રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પૂ.જીજ્ઞેશ દાદાની અધ્યક્ષતામાં તથાસ્તુ વિધાપીઠમાં આનંદોત્સવઃ સમુહ લગ્નોત્સવ
સમુહ લગ્નોત્સવમાં પિતા વગરની ૨૧ દિકરીઓએ પ્રભુતામાં અમેરીકાનાં દાતાશ્રીઓએ કન્યાદાન આપ્યું: તથાસ્તુ વિધાપીઠ નિર્માણ માટે પગલા માંડયાઃ રાજોપચાર પુજા અભિષેક, અન્નકુટ દર્શન સહિતનાં કાર્યક્રમોઃ સહયોગ આપનાર દાતાશ્રીઓએ અનેરી સેવા આપીઃ લોકડાયરાની જમાવટ થઇ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા., પઃ શ્રી રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નિર્માણાધિન તથાસ્તુ વિદ્યાપીઠના પાવન પરિષરનાં પ્રેમમંદિરમાં બિરાજતા રાધાકળષ્ણની દિવ્યતાની પ્રાપ્તી થાય તેવા પ્રસંગ એટલે કે પ્રથમ વાર્ષિક આનંદોત્સવ (પાટોત્સવ) તા.૧-૩-૨૫ના દિને યોજાયો હતો જેમાં રાજોપચાર, પુજા અભિષેક, અન્નકુટ દર્શન તથા પિતાજી વગરની ૨૧ દિકરીઓને સમુહ લગ્નોત્સવમાં કન્યાદાન અપાયુ હતુ. પૂ. જીજ્ઞેશદાદા (રાધે રાધે) ના માર્ગદર્શન આ અને આયોજન નીચે ભવ્યાતિ ભવ્ય આનંદોત્સવ અને સમુહલગ્નમાં વિવિધ ક્ષેત્રનાં દાતાઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આનંદ ઉત્સવના મુખ્ય મનોરથી તરીકે રાજેશ્વરીબેન રજવાડીયા અને રાજેશભાઈ રજવાડીયા તથા ઓમ રાજેશભાઈ રજવાડીયાએ સેવા આપી હતી.
અમેરીકાથી કલ્પનાબેન પરેશભાઈ પટેલે ૫૬ ભોગના મનોરથી તરીકે અને અમદાવાદના કેતનભાઈ પટેલે તથા રાજ પટેલ, સ્નેહલબેન પટેલે ભોજન પ્રસાદના મનોરથી તરીકે અને લોકડાયરાના મનોરથી તરીકે મેસર્સ પ્રભુદાસહલ્લુભાઈ વતી રવિ રજનીકાંતભાઈ હળવદીયા, આર્યમાન ગળપ કંપની અમદાવાદએ સેવા આપી હતી. જ્યારે અમેરીકાન મહેમાનોએ સમુહ લગ્નમાં કન્યાદાનના મુખ્યમનોરથી તરીકે સેવાઓ આપીહતી.
મુખ્ય ભુમિદાન આપનાર ભાવનાબેન રંગાણી રાજકોટ, શ્રી ખંજનભાઈ ઠક્કર દુબઈ તથા હોસ્ટેલ બિલ્ડીંગના દાતા શંભુભાઈ પટેલ અમેરીકા સ્કુલ બિલ્ડીંગ દાતા ગીતાબેનપટેલ વડોદરા હાલ અમેરીકા, બકીબેન પટેલ અમેરીકા, સવિતાબેન ચુનીલાલ પંચાલ અમદાવાદ તથા ભોજનાલયના દાતા જીગરભાઈ પટેલ અમેરીકા, પ્રેમ મંદિરના દાતા નિર્મલાબેન ખુશીયા નવાગામ તથા એડમીનઓફીસના દાતા કનુભાઈચૌધરી ગાંધીનગર તથા મીલનભાઈ પટેલ યુએસએ, સોનલબેન ઠક્કર અમદાવાદ, શ્રી ધિરેનભાઈ રાયઠઠા રાજકોટ, ભાવનાબેન કુંભાણી અમદાવાદ તથા કરીશ્માબેન વાયા આફ્રીકા, રીટાબેન ભાલાળા મુંબઈ, મંજુલાબેન પટેલ અમદાવાદ તથા બાબુભાઈ હુંબલ ગાંધીધામ, જેન્તીભાઈ નારોલા સુરત, ધનુબેન પટેલ અમેરીકાથી ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં સંગીત ક્ષેત્રે વિમલ મહેતા, મનિષ મહેતા તથા સમાજ સેવા માટે ભાણજીભાઈ વાળા, ચંદ્રેશભાઈ બોરીસાગરને તથાસ્તુ ગૌરવ એવોર્ડ અપાયા હતા.
યજ્ઞના આચાર્ય તરીકે શાષાી હિરેનભાઈ ત્રિવેદીએ સેવા આપી હતી. તા. ૨૮ સાંજે ૪ વાગ્યે જલયાત્રા અને રાત્રે ૯.૩૦ કલાકે લોકડાયરામાં કિર્તીદાન ગઢવી, માયાભાઈ આહિર, ગીતાબેન રબારીએ જમાવટ કરી હતી.
તા.૧ શનિવારે રાજોપચાર, પુજા, દિવ્ય અભિષેક અને સવારે ૭.૩૦ કલાકે વિષ્ણુયજ્ઞનો પ્રારંભ, ૧૦.૩૦ કલાકે અન્નકુટ દર્શન અને ૪.૩૦ કલાકે પુર્ણાહુતિ, સાંજે ૫ કલાકેસમુહલગ્નજાન આગમન અને સાંજે પ.૩૦ કલાકે સંતોના આર્શિવચન, દાતાઓના ભાવપુજન સાથે રાત્રે ૧૦.૩૦ કલાકે જાન વિદાઇ અપાઈ હતી. સમગ્ર કાર્યક્રમમાં દેશ દુનિયાનાં દાતાઓ, ધર્મપ્રેમીઓ ઉમટી પડયા હતા.તેમ મનોજ જોશીની યાદીમાં જણાવેલ છે.
(1:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
