News of Monday, 3rd March 2025
દ્વારકા જિલ્લામાં પાંચમી માર્ચના ભાણવડ અને દ્રારકા ન.પા. પ્રમુખ ઉપપ્રમુખની ચુંટણી યોજાશે
ડે. કલેકટર તથા મામલતદાર દ્વારા ચુંટણી થશે

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૩: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી પાંચમી માર્ચના રોજ તાજેતરમાં થયેલી પાલિકાઓની ચુંટણી પછી પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણી યોજાનાર છે.
દ્વારકા ન.પા.ની પ્રમુખની ચુંટણી ઇન્ચાર્જ ડે. કલેકટર હિમાંશુ ચૌહાણ દ્વારા થશે તથા દ્રારકા ન.પા. પ્રમુખ તરીકે બીન અનામત પ્રમુખ આવશે જે રોટેશનમાં છે.
ભાણવડ ન.પા. માં ચુંટણી પ્રક્રિયા મામલતદારશ્રી અશ્વીનભાઇ ચાવડાના હસ્તે કરવામાં આવશે. અહીં પણ ભાજપ જ પ્રમુખમાં આવશે તથા બીનઅનામત પ્રમુખ આવશે જે હોદેદારમાં છે. તથા સંતવત રઘુવંશી જ્ઞાતિ પ્રમુખ તરીકે આવે તેવી પણ સંભાવના ગણાય છે. સલાયા ન.પા. પ્રમુખની ચુંટણી પણ પ/૩/રપ ના રોજ પ્રાંત અધિકારી કે.કે. કરમટાની ઉપસ્થિતીમાં યોજાશે
(2:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
