તા. ૧ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૧૫ રવિવાર
News of Saturday, 22nd February 2025
પડધરી પાસે વિદેશી દારૂના જથ્થા સાથે રાજકોટના ત્રણ સહિત ચાર પકડાયા
બસમાંથી દારૂનું કટીંગ થતુ'તુ ને પોલીસ ત્રાટકીઃ બસ અને બે કાર સહિત ૧૩.૮૧ લાખનો મુદામાલ કબ્જે તસ્વીરમાં દારૂનો જથ્થો, પકડાયેલ ૪ શખ્સો અને વાહનો નજરે પડે છે.

રાજકોટ તા. રર :.. પડધરી પોલીસે બાધી ગામ પાસે, ખાનગી બસમાંથી દારૂનું કટીંગ થતું હતુ ત્યારે દરોડો પાડી વિદેશી દારૂના જથ્થા સાથે રાજકોટના ત્રણ સહિત ચાર શખ્સોને ઝડપી લીધા હતાં. જયારે બસ ડ્રાઇવર નાસી છૂટયો હતો. પોલીસે દારૂ, બસ અને બે કાર સહિત ૧૩.૮૧ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.
રાજકોટ ગ્રામ્યના નાયબ પોલીસ મહાનિરીક્ષક હીમકસિંહ ે પ્રોહી જુગારની અસરકારક કામગીરી કરવા સુચના આપેલ હોય જે અંનવ્યે સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમા હોય ખાનગી રાહે મળેલ હકિકત આધારે બાધી ગામના પાટીયા પાસે રોડ પર એક ખાનગી ટ્રાવેલ્સ બસમા ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારુ લઇ આવી અન્ય વાહનોમા કટીંગ કરવાના હોય તેવી હકિકત મળતા સુંદર જગ્યાએ રેઇડ કરતા એક ખાનગી બસ તથા બે ફોરવ્હીલ કાર સાથે ૬૬ હજારના વિદેશી દારૂના જથ્થા સાથે આરોપી શ્રવણ ભગા મોઇડા રબારી રહે રાજસ્થાન, પ્રકાશ સુરેશભાઇ રાઠોડ રહે. આબેડકરનગર શેરી નં ૩, ૧૫૦ ફુટ રિંગ રોડ રાજકોટ તથા હિતેષ કિશોરભાઇ પરમાર રહે. આબેડકરનગર શેરી નં ૧૧, ૧૫૦ ફુટ રિંગ રોડ હિના પાન સામે રાજકોટતથા રોહીત કેશવભાઇ રાઠોડ રહે.આબેડકરનગર શેરી નં ૩, ૧૫૦ ફુટ રિંગ રોડ રાજકોટને ઝડપી લીધા હતાં. જયારે બસનો ડ્રાઇવર ફેલુરામ ગુર્જર નાસી છૂટયો હતો.
પડધરી પોલીસે દારૂ, બસ, બે કાર, અને મોબાઇલ મળી કુલ ૧૩.૮પ લાખનો મુદામાલ કબ્જે કરી ગુન્હો દાખલ કર્યો હતો. આ કાર્યવાહી પડધરી પોલીસ ઇન્સપેકટર એસ.એન.પરમાર એ.એસ.આઇ ભગીરથસિંહ જાડેજા તથા પો.કોન્સ વસંતભાઇ ભુંડીયા તથા પો.કોન્સ અશોકભાઇ ડાંગર પો.કોન્સ સુમીતભાઈ પનાળીયા નાઓ દ્વારા કરવામા આવેલ છે.
(2:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
