તા. ૧ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૦ શનિવાર
News of Saturday, 22nd February 2025
સૌરાષ્ટ્ર-કચ્છમાં વહેલી સવારે જોરદાર ધુમ્મસઃ મિશ્ર હવામાન
મોડી રાત્રીના અને વહેલી સવારે સામાન્ય ઠંડક બાદ આખો દિવસ ઉનાળા જેવુ વાતાવરણ

જામનગરથી દ્વારકા જતા જામખંભાળીયા અને લીમડી વચ્ચે સવારે જોરદાર ધુમ્મસ છવાતા ૧૦ ફુટ દુર પણ જોઇ શકાતુ ન હતું. તસ્વીરમાં છવાયેલ ધુમ્મસ નજરે પડે છે. (પ-૧૮)
રાજકોટ તા. રર :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે વહેલી સવારે જોરદાર ધુમ્મસ છવાયુ હતી. અને રસ્તાઓ ભીના થઇ ગયા હતાં. અને વાહનો અને વૃક્ષો ઉપર ઝાકળ બિંદુઓ જોવા મળ્યા હતાં. તથા વાહન વ્યવહારને ઝાકળના કારણે અસર પડી હતી. વાહનો ચલાવતી વખતે લાઇટ ચાલુ રાખવી પડી હતી.
છેલ્લા થોડા દિવસોથી મિશ્ર વાતાવરણ યથાવત છે. અને ઠંડક તથા ગરમીનો માહોલ અનુભવાય રહ્યો છે. લઘુતમ તાપમાનનો પારો પણ ઉંચો જતો રહેતા ઠંડીની અસર સામાન્ય છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧૮.ર, મહત્તમ તાપમાન ૩ર.૬, ભેજનું પ્રમાણ ૬૮ ટકા, પવનની ગતિ ૪.૩ કિ. મી. રહી હતી.
(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
