તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Wednesday, 19th February 2025
સોરાષ્ટ્ર- કચ્છમાં આછા વાદળા છવાયાઃ ઠંડકમાં ઘટાડો યથાવત

રાજકોટ તા.૧૯: રાજકોટ સહિત સોરાષ્ટ્ર-કચ્છમાં આજે અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો છે અને વાદળા છવાયા છે. મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે સામાન્ય ઠંડક બાદ આખો દિવસ અસહય ઉકળાટનો અનુભવ થઇ રહયો છે. બપોરે મહતમ તાપમાનનો પારો ઉંચે જતા ગરમી વધે છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્દ્ર- જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧૮.૪, મહતમ તાપમાન ૩૩, ભેજનું પ્રમાણ ૭૨%, પવનની ગતી ૪.૧ કિ.મી. રહી છે.
પોરબંદર
(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદરઃ ઠાર, ભેજ, ધુમ્મસ યથાવત છે. ગરમીનું પ્રમાણ ઉંચુ ગયુ છે. પવનની ગતિ મંદ છે. અરબી સમુદ્રમાં ઝાંખપ દેખાય છે. મહતમ ૩૫.૨, લઘુતમ ૧૮ ડિગ્રી, ભેજ ૭૯ ટકા, ૮ કિ.મી. પવન. સુર્યોદય ૭.૧૯, સુર્યાસ્ત ૬.૫૧ મીનીટે.(૨.૧૧)
(2:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
