તા. ૫ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૧૫ બુધવાર
News of Wednesday, 12th February 2025
ગોંડલના વાસાવડમાં અજમેરા ટ્રસ્ટ દ્વારા ચેકડેમ કમ કોઝવેનું કામ શરૂ
શિક્ષણ સંસ્થાઓ બાદ હવે જળ સંચય સેવા

(જયસ્વાલ ન્યુઝ દ્વારા) તા. ૧૨: ગોંડલ તાલુકાના વાસાવડ ગામમાં એસ.એસ. અજમેરા ટ્રસ્ટ દ્વારા વાસાવડી ગાંડી નદી ઉપર ચેકડેમ કમ કોઝવેનું નિર્માણ કાર્ય શરૂ કરાયું છે.
વાસાવડ ગામમાં પાણીના સમય માટે કોઇ સુવિધા નહી હોવાથી ગામના સરપંચ બકુલભાઇ જયસ્વાલ તથા ગામના આગેવાનો એ એસ.એસ.અજમેરા ટ્રસ્ટના ટ્રસ્ટી બંદીશભાઇ અજમેરાને રજુઆત કરતા ટ્રસ્ટ વાસાવડી નદી ઉપર પાણીના સંગ્રહ માટે ચેકડેમ કોઝવે બનાવવા માટે તૈયારી બનાવી અને કામ શરૂ કરી દેવાયુ છે.
અજમેરા ટ્રસ્ટ દ્વારા અંદાજે ૩૦થી૩૫ લાખના ખર્ચે ચેકડેમ કમ કોઝવેનું બાંધકામ હાથ ધરાયું છે. ટ્રસ્ટ દ્વારા ગામમાં અગાઉ પણ પ્રાથમિક શાળા, હાઇસ્કૂલ, શિવ મંદિરો જીર્ણોધ્ધાર સહિતના લોક ઉપયોગી કામો થયા છે. અને હવે આ જળ સંચયનું કામ હાથ ધરાયુ છે. ટ્રસ્ટી બંદીશભાઇ અજમેરાએ આગામી સમયમાં પણ જનહિતના જન કલ્યાણના કામો હાથ ધરશે સહયોગ અપાશે તેવી ખાત્રી આપી છે. જનહિતના કામો કરવા બદલ પ્રજાજનોએ અને સરપંચ બકુલભાઇ જયસ્વાલએ અજમેરા પરિવારને બિરદાવેલ છે.
(10:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
