News of Saturday, 8th February 2025
માળિયાના વેણાંસર ગામની સીમમાંથી બંદુક સાથે એક ઝડપાયો.
કાદુરી વિસ્તારમાંથી એક શખ્સને જામગરી બંદુક સાથે માળિયા પોલીસે ઝડપી પાડ્યો

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : માળિયાના વેણાંસર ગામની સીમમાં કાદુરી વિસ્તારમાંથી એક શખ્સને જામગરી બંદુક સાથે માળિયા પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
માળિયા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં ટીમ પેટ્રોલીંગમાં દરમિયાન વેણાંસર ગામની સીમમાં કાદુરી વિસ્તારમાં પરબતભાઈ પ્રભુભાઈ દેગામાંએ ઝુપડા પર ખડની આડમાં ગેરકાયદેસર હથિયાર રાખ્યું હોવાની બાતમીના આધારે દરોડા પાડી ત્યાંથી જામગરી બંદુક નંગ ૧ કીમત રૂ.૨૦૦૦ મળી આવતા બંદુક કબજે કરી પરબતભાઈને અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
(10:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
