News of Thursday, 6th February 2025
ગુંદાસરામાં અઢી વર્ષનો હેમાંશુ રમતાં રમતાં પહેલા માળેથી પટકાયોઃ મોત

રાજકોટ તા. ૬: ગોંડલના ગુંદાસરા ગામે બાંધકામની સાઇટ પર પહેલા માળે રમી રહેલા અઢી વર્ષના બાળકનું નીચે પટકાતાં મોત થતાં શાપરનામજૂર પરિવારમાં શોક છવાઇ ગયો હતો. શાપર પાટીયે ઝૂપડપટ્ટીમાં રહેતો સુનિલ માવી તેની પત્નિ બાળકો સાથે ગોંડલના ગુંદાસરા ગામે નવા બાંધકામની સાઇટ પર મજૂરી કરવા ગયો હતો. અહિ તેનો પુત્ર હેમાંશુ (ઉ.વ.૨ાા) પહેલા માળે રમતો રમતો નીચે પડી જતાં ગંભીર ઇજા થતાં ગોંડલ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, અશ્વિનભાઇ, ભાવેશભાઇ, તોૈફિકભાઇ, ધર્મેન્દ્રભાઇએ ગોંડલ તાલુકા પોલીસને જાણ કરી હતી.
(11:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
