<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th January 2025

સિંહોની પાછળ બસ હંકારી પજવણી કરનાર આરોપીને ૩ વર્ષની સજા ફટકારતી રાજુલા કોર્ટ

રાજુલાના પીપવાવ પોર્ટે વિસ્‍તારમાં વિરહના

રાજકોટ તા.૩૦: સિંહોની પાછળ બસ દોડાવીને પજવણી કરનાર અને તેનો વિડીયો વાયરલ કરવાના કેસમાં ૩ વર્ષની સજા અને ૨૫૦૦૦/- નો દંડ  ફટકારતા ચકચાર જાગી છે.

આ અંગે વિગત એવી છે કે, સને-૨૦૧૯માં રાજુલા પીપાવાવ પોર્ટમાં રીલાયન્‍સ ગેટ પાસે જેટી રોડ ઉપર વન્‍ય પ્રાણી સિંહ - ૫નું ગ્રુપ વિહરતુ હતુ ત્‍યારે કે. બી. બારૈયા એન્‍ડ કંપનીની બસ રજી. નં. જીજે.૦૪-એડબલ્‍યુ-૨૦૦૪ ના ડ્રાઈવર સુલેમાન બાબુભાઈ કલાણીયાએ તેમની પાછળ બસ ે પુરઝડપે બદ ઈરાદાથી સિંહોનુ મળત્‍યુ થાથ તે રીતે દોડાવેલ અને સિંહોને હેરાન પરેશાન કરીને તેમની કુદરતી અવસ્‍થામાં ખલેલ પહોંચાડેલ અને તેમની બાજુમાં કેબીનમાં બેઠેલા અને રીલાયન્‍સ કંપનીમાં કામ કરતા ભાર્ગવભાઈ દિનેશભાઈ પરમારે તેના ફોનમાં વિડીયો ઉતારી વોટસઅપ દ્રારા સોશ્‍યલ મીડીયામાં વાયરલ કરેલો અને વીડીયો વાયરલ થતા તપાસ કરતા ઉપરોકત બંને આરોપીઓ (૧) સુલેમાન બાબુભાઈ કલાણિયા તથા (૨) ભાર્ગવભાઈ દિનેશભાઈ પરમાર વિરૂધ્‍ધ રાજુલા રેન્‍જના ફોરેસ્‍ટ ઓફીસર રાજલબેનડી. પાઠક દ્વારા ફરીયાદ દાખલ કરવામાં આવેલ

ફરીયાદ બાદ તપાસ કરીને રેન્‍જ ફોરેસ્‍ટ ઓફીસર દ્વારા નામ. કોર્ટમાં ચાર્જશીટ કરેલ અને કેસ ચાલુ થતા ફરીયાદી તેમજ નજરે જોનાર સાહેદો અને પંચોની જુબાની તેમજ તપાસ કરનાર અધીકારીના જુબાની તથા વિવીધ દસ્‍તાવેજી પુરાવાઓનું મુલ્‍યાંકન કરીને આરોપીઓ વિરૂધ્‍ધ પુરતો પુરાવો હોય રાજુલાના એડી. ચીફ. મેજીસ્‍ટ્રેટે સરકારી વકીલશ્રી દિવ્‍યેશ બી. ગાંધીની દલીલો તેમજ આર. એફ. ઓ. રાજલબેનડી. પાઠક દ્વારા કબજે કરેલ મોબાઈલ, સી. સી. ટી. વી. કુટેજ, ફોરેન્‍સીક પુરાવાઓ તેમજ એફ.એસ.એલ. રીપોર્ટ વિગેરેનું મુલ્‍યાંકનના આધારે એવુ તારણ કાઢેલ કે સિંહો જંગલના રાજા છે અને સામાન્‍ય ક્રમમાં જો તેને છંછેડવામાં ન આવે તો તે કોઈને નુકશાન કરતા નથી. અને આરોપી નં. ૧ એ સિંહની પાછળ બસ દોડાવી અને આરોપી નં. ૨ એ તેને અટકાવવાના બદલે તેને વિડિયો ઉતારી સોશ્‍યલ મીડીયામાં વાયરલ કરેલ હોય અને મુંગા પ્રાણીઓ પ્રત્‍યે કરૂણા રાખ્‍યા વગર આવુ કળત્‍ય કરતા સિંહોનું ટોળુ ડર અનુભવતા વિખરાઈ ગયેલ અને પાઠડા (સિંહોના બચ્‍ચા) અલગ પડી ગયેલ. અને ભવિષ્‍યમાં મંગા પ્રાણીઓ કે વન્‍ય પ્રાણીઓ સાથે આવા કોઈ અપકળત્‍યો ન થાય અને સમાજમાં દાખલો બેસે અને આવા અપકળત્‍ય અટકે જેથી બંને આરોપીઓએ વન્‍યપ્રાણી સંરક્ષણ અધીનીયમ ૧૯૭૨ (સુધારા અધીનીયમ - ૨૦૦૨) ની કલમ ૨(૧૬), ૯ અને ૫૧ સાથે વાંચતા આરોપીઓને ૩ વર્ષની સજા અને રૂા. ૨૫૦૦૦/- દંડ ચુકવવાનો હુકમ કરતા અસામાજીક તત્‍વો અને વન્‍ય પ્રાણીઓને પજવણી કરતા લોકોમાં ફફડાટ વ્‍યાપી ગયેલ છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, વન્‍યપ્રાણી સંરક્ષણ અધીનીયમ ૧૯૭૨ (સુધારા અધીનીયમ - ૨૦૦૨) ની કલમ ૨(૧૬) મુજબ કોઈપણ વન્‍યપ્રાણીને પકડવા, મારવા, ઝેર આપવા, જાળમાં ફસાવવા, ફાસલામાં નાખવા, તગેડવા કે ભગાડવા જેવા દરેક પ્રત્‍યનો નિષ્‍ફળ જાય તો પણ તે વન્‍યપ્રાણીનો શિકાર કરેલો હોય તેમ માનવામાં આવે છે અને આ માટે ૩ થી ૭ વષઁની સજા અને એક લાખ સુધી દંડની જોગવાઈ છે. આમ, સિંહોને પજવણી કરવી એ પણ સિંહોના શિકાર સમાન છે.

ઉપરોકત કામે સરકાર પક્ષે સરકારી વકીલ શ્રી દિવ્‍યેશ બી. ગાંધી રોકાયેલ હતા.

 

(2:40 PM IST)