તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Wednesday, 29th January 2025
ખંભાળીયામાં પોલીસ દ્વારા ટ્રાફિક ઝૂંબેશ અંર્તગર્ત કાર્યવાહી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૨૯: પોલીસ મહાનીરીક્ષક, અશોકકુમાર યાદવ, તથા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય નાઓએ દેવભૂમી દ્વારકા જીલ્લામાં વાહન ચોરી, ચીલ ઝડપ , લૂંટ જેવા મિલ્કત સબંધીં ગુન્હા અટકાવવા ખાસ ફૂટ પેટ્રોલીંગ તથા ટ્રાફિક ડ્રાઇવનુ આયોજન કરવામાં સૂચના આપેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક ડો. હાર્દિક પ્રજાપતી નાઓએ ખંભાળીયા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટર બી.જે સરવૈયા તથા પો.સબ.ઇન્સ એમ.આર.બારડ તથા પો.સબ. ઇન્સ.આઇ.આઇ. નોયડા તથા પો. સબ. ઇન્સ ડી.જી.પરમાર નાઓની અલગ અલગ ખાસ ટીમો બનાવી ખંભાળીયા પો.સ્ટે ટાઉન વિસ્તાર તથા બીટ ઓપો. વિસ્તતારમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ફૂટ પેટ્રોલીંગ કરવામાં આવેલ જેમાં વાહન ચેકીંગ, એમસી.આર. ચેકિંગ તથા પ્રોહીબીશનની કામગીરી કરી કડક કાર્યવાહી કરવામાં આવેલ ત્યારની તસ્વીરો
(1:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
