News of Friday, 24th January 2025
પાલિકાઓની ચૂંટણી જાહેર થતાં જિલ્લા તથા રાજય ભાજપ પ્રમુખની નિમણૂક વિલંબમાં!!

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ર૪ :. સમગ્ર દેશમાં ભાજપ દ્વારા તળિયેથી ટોચ સુધી એટલે કે બુથ પ્રમુખ મંડળ પ્રમુખની માંડીને જિલ્લા તથા રાજય પ્રમુખની નવી રચના માટેનો તપતો તૈયાર થઇ ગયા પછી અન્ય રાજયો બિહાર જેવામાં તો કયારના જિલ્લા પ્રમુખો નિમાય ગયા છે. ત્યારે ગુજરાતમાં ૪-૧-રપ થી ફોર્મ ભરાઇ ગયા અને અગાઉ લીધી નિમણુક - રાજય જિલ્લા પ્રમુખોની જાહેર કરવાના બદલે આ વખતે ફોર્મ ભરીને પ્રમુખપદ નકકી કરવાનું હોય નામોમાં વિવાદો થતાં અનેક જગ્યાએ ઘર્ષણો થતાં વિલંબમાં નિયુકત પડી હતી.
જો કે કાર્યક્રમોના બહાને હાલના ઇન્ચાર્જ પ્રમુખ તથા કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ, અમીત શાહ, ભૂપેન્દ્ર યાદવ, મનસુખ માંડલિયા અને જે. પી. નડ્ડા સહિતના રાઉન્ડ મારી ગયા પછી પણ કેટલાક જિલ્લાઓમાં હજુ સહમતિના થઇ હોય નામો વિલંબમાં પડેલા ત્યારે ૬૬ ન. પા. તથા જુનાગઢ મ.ન.પા. અને ખેડા જિ. પં. સહિતની ચૂંટણીઓ જાહેર થતાં હવે રાજય તથા જિલ્લા પ્રમુખપદુ ર૦-ર-રપ ના ચૂંટણીના પરિણામો પછી થાય તેવી સંભાવના છે તો આવતા સપ્તાહમાં જયાં કંઇ વિરોધ વંટોળ નથી ત્યાં કે જયાં બહુ મોટી પાલિકા ચૂંટણીઓ ના હોય ત્યાં નામો બિન વિવાદ હોય તે કરવાની શકયતા પણ કહેવાય છે તો ગુજરાતનું જિલ્લા પ્રમુખ કોકડું દિલ્હી સુધી પડઘાનું રહ્યું છે તો અનેક ઉમેદવાર સમર્થકો દિલ્હી આંટાફેરા પણ મારતાં થયા છે...!!
(1:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
