<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th January 2025

સોમનાથ હોટલમાં જાનૈયાઓએ ઘુસી જઈ યાત્રીકોને માર માર્યો

સાત સામે ફરીયાદ : પાંચની ધરપકડ બેની શોધખોળ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૨૪: સોમનાથ સરકારી સ્‍કુલ પાછળ ગલ્લીમાં રાત્રે ડીજે સાથે વરધોડો જતો હતો તેની ઉપર હોટલ માં ઉતરેલ યાત્રીકો દ્વારા બહાર પાણી નખાતા જાનૈયાઓ બેફામ બની હોટલમાં ધુસી જઈ હોટલ ના કર્મચારીઆ યાત્રીકો ઉપર કરી મારમારતા સાત સામે ફરીયાદ નોધાવેલ હતી જેમાંથી પાંચની ધરપકડ કરાયેલ છે ની બે ની શોધખાળ હાથ ધરેલ છે.

સોમનાથ મંદિર નજીક બીજી ગલ્લીમાં સરકારી સ્‍કુ ની પાછળ ભોયવાડા મા ભોલા હોટલ આવેલ છે રાત્રીના ૧૨ વાગ્‍યા ના અરસામાં વરધોડો પસાર થતો હતો તે દરમ્‍યાન હોટલ ના કોઈ રૂમ માંથી પાણી બારી માંથી નખાયેલ હોય જે પાણી વરધોડા ઉપર પડતા જાનૈયાઓનું ટોળું હોટલમાં ધુસી ગયેલ હતું અને હોટલ સંભાળનાર/ફરીયાદી જલ્‍પેશ ચાવડા તથા તેના કર્મચારીઓ ઉપર હુમલો કરેલ હતો અને બેફામ મારમારવા લાગેલ હતા જેથી તેનો દિકરી અજય સમજાવવા ગયેલ અને રીસેપ્‍સન ઉપર હાજર શબીરએ પણ રોકતા તેની ત્રણેય ઉપર આડેધડ ઢીકાપાટુ નો મુઢ માર મારેલ હતો તેમજ આ હોટલ માં ઉતરેલ યાત્રીકોને બિભત્‍સ શબ્‍દો બોલી મારમારવા લાગેલ હતા જેથી મીતેષ જયેશભાઈ ચુડાસમા, નરેશભાઈ ઉર્ફે લાલકો પ્રેમજીભાઈ વાધેલા રહે.જુનાગઢ,પરેશ પ્રેમજીભાઈ વાધેલા,જીગ્નેશભાઈ જોતુભાઈ વાધેલા,માનવભાઈ નીતીનભાઈ મજેવડીયા, કીશન ઉર્ફે કૌશલ જીતેન્‍દ્રભાઈ વાધેલા,જયભાઈ જીતેન્‍દ્રભાઈ વાધેલા રહે.ભાયવાડા પ્રભાસપાટણ સામે ફરીયાદ નોધાવતા પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરેલ છે બે ની શોધખોળ હાથ ધરેલ છે.

સોમનાથ માં નાની ગલ્લીઓમાં ૨૦૦ થી વધારે હોટલો આવેલી હોય જેથી સ્‍થાનીકો સાથે અવાર નવાર નાની નાની બાબતે અથડામણો થતી રહે છે જેથી પોલીસે આવી ઘટનાઓને રોકવા કડક હાથે કામગીરી કરવી જોઈએ તેવી માંગ ઉઠી છે

(1:19 PM IST)