તા. ૧ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૧૫ રવિવાર
News of Friday, 24th January 2025
જેતપુરમાં દારૂના ગુનામાં નાસતા ફરતા પરાગ આસનાણીને ઝડપી લેતી પોલીસ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા.૨૪ શહેરના પેરોલ ફરાર, ફર્લો ફરાર તેમજ અલગ અલગ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા એસ પી હિમકર્રસિંહ , ડી. વાય. એસ. પી. આર. એ ડોડીયા ની સૂચનાથી સીટીપીઆઈ એ ડી પરમાર ના માર્ગદર્શન હેઠળ શહેર પોલીસ ટીમે પોકેટ કોપ તથા ઈ ગુજકોપ માં નાસ્તા ફરતા આરોપી બાબતે તપાસ કરતા શહેરના પ્રોહિબિશનના કેસમાં નાસ્તો ફરતો આરોપી પરાગ હરકિશનભાઈ આસનાણી (રહે નયન પાર્ક ધોરાજી રોડ) વાળો શહેરમાં હોય તેવી બાતમી પોલીસ સ્ટેશનના ચંદ્રસિંહ વસૈયા, શક્તિસિંહ ઝાલા ને મળતા તેમણે વોચ ગોઠવી રેલવે સ્ટેશન પાસેથી પરાગ આસનાણી ને દબોચી લઈ કાર્યવાહી કરેલ. પકડાયેલ આરોપી પરાગ આસનાણી વિરુદ્ધ બે ગુન્હાઓ નોંધાયેલ જેમાં તેની ધરપકડ બાકી હોય ઉપરાંત તેના વિરુદ્ધ કુલ ૧૦ ગુન્હાઓ નોંધાયેલા હોય તેના વિરુદ્ધની આગળની કાર્યવાહી શહેર પોલીસે હાથ ધરી છે.
(1:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
