તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Friday, 24th January 2025
અમરેલીના લેટરકાંડમાં SMCના વડા નિર્લિપ્ત રાય દ્વારા તપાસ પુર્ણ કરાઈ : રિપોર્ટ રાજ્ય પોલીસ વડાને સોંપશે.
ત્રણ આરોપી જામીન મુક્ત થઈ જેલમાંથી બહાર આવી જાય તે પછી આ ઘટનામાં બીજા ખુલાસાઓ થાય તેવી શક્યતા

અમરેલીના લેટરકાંડમાં ગઈકાલે હાઇકોર્ટ દ્વારા જેલમા રહેલા ત્રણેય આરોપીના જામીન મંજુર કરવામાં આવ્યા હોવાનુ જાણવા મળેલ છે. તો બીજી તરફ SMCના વડા નિર્લિપ્ત રાય દ્વારા પણ અમરેલીમા તપાસ પુર્ણ કરી લેવામાં આવી છે. હવે તેઓ આ રિપોર્ટ રાજ્ય પોલીસ વડાને સોંપશે.
મળતી વિગત મુજબ, મુખ્ય સુત્રધાર મનીષ વઘાસીયા, જશવંતગઢના સરપંચ અશોક માંગરોળિયા અને જીતુભાઇ ખાતરા હાલમાં જેલમાં છે. જ્યારે આ કેસમા સંડોવાયેલી વિઠ્ઠલપુરની યુવતીને અગાઉ અમરેલીની અદાલતે જામીન પર મુકત કરવા હુકમ કર્યો હતો. આ દરમિયાન જેલમાં રહેલા મનીષ વઘાસીયા સહિત ત્રણેય આરોપીએ જામીન અરજી રજુ કરી હતી. જે અંગે હાઇકોર્ટમાં સુનાવણી થતાં ગત ગુરુવારે અદાલતે ત્રણેય આરોપીને જામીન પર મુક્ત કરવા હુકમ કર્યો છે.
મહત્ત્વનું છે કે, ત્રણ આરોપી જામીન મુક્ત થઈ જેલમાંથી બહાર આવી જાય તે પછી આ ઘટનામાં બીજા ખુલાસાઓ થાય તેવી શક્યતા છે. આ તરફ આ કિસ્સામાં લાઠીના ભાજપના ધારાસભ્ય જનક તળાવિયાનો ઓડિયો વાઈરલ થતાં આ કેસમાં નવો વિવાદ શરૂ થયો છે.
(12:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
