News of Tuesday, 21st January 2025
દ્વારકા જીલ્લામાં હજુ પણ અનેક જમીનો ઉપર દબાણ ગોૈચર ખાલી ના થાય તો ગોૈસેવા પરિવાર દ્વારા લડત

ખંભાળીયા તા.૨૦: દ્વારકા જીલ્લા ગોૈ સેવા પરિવાર દ્વારા ગઇકાલે ખંભાળીયા ખાતે જિલ્લા કલેકટરને દ્વારકા જીલ્લામાં આવેલ ગોૈચરની જમીનમાં થયેલ તમામ દબાણો દુર કરવા સામુહિક રીતે ઢગલાબંધ સહીઓ સાથે ઢગલાબંધ લોકોએ સમગ્ર જિલ્લાભરમાંતી આવીને આવેદનપત્ર આપ્યું હતું.
આવેદનપત્રમાં ચોંકાવનાર આક્ષેપ થયો હતો કે દ્વારકા જિલ્લામાં ઘણું મોટું ગોૈચર દરેક ગામ તાલુકાઓમાં છે. જેમાંનુ મોટાભાગનું ભુમાફીયાઓ દ્વારા દબાણ કરાવેલ છે તથ ગોૈચર જમીનમાંથી ખનીજ ચોરી થાય છે તથ મોરમ માટી કઢાય છે. અનેક જગ્યાએ ગોૈચરની જમીનો પર ભુમાફીયા સિવાય ખાનગી કંપનીઓ દ્વારા પવનચક્કીના પોલ, સોલાર સિસ્ટમ, ઉર્જાના પોલ નંખાયા છે જે અંગેની ઉંડી તપાસ કરવા માંગ કરીને ગોૈચરની જમીન માપણી કરીને મૂળ ઇ.સ.૧૯૫૧માં જેટલી જમીન ગોૈચરની હોય તે મુજબ આ જમીનો પર થયેલ દબાણ દુર કરીને જમીનો ખુલ્લ્ી કરીને ગાયના નિભાવ તથા ચારો ચરિયાણ માટે ખુલ્લી રાખવા અપીલ કરાઇ છે.
અગાઉ અનેક ગોૈ સેવકો સંસ્થાઓ દ્વારા ગોૈચરની જમીન માટે આંદોલનો રજુઆતો થયોે પણ હજુ સુધી કંઇ દબાણ દુર થયું નથી. ગોૈચર જમીનના કબ્જાથી ગોૈ માતા રસ્તા પર રખડે છે અને તેના કારણે અકસ્માતો પણ થાય છે. જો ગોૈચર ખાલી થાય તો ગોૈ માતાને ચરિયાણ તથા તબેલામાં રહેવાની જગ્યા મળે.
હાલમાં ગીર સોમનાથ તથા બેટ દ્વારકામાં ગોૈચરના અનેક દબાણો ખાલી કરાયા છે. તો તાકીદે બાકીના દબાણો ખાલી કરવા અપીલ કરી છે નહીં તો ગોૈ સેવકો આંદોલન કરશે ની ચીમકી પણ અપાઇ છે.
કિરણબેન સરપદડીયા, માલદે અરજણભાઇ અશોકભાઇએ આ રજુઆતમાં સાથે રહયાં હતા.
(12:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
