તા. ૫ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૧૫ બુધવાર
News of Tuesday, 21st January 2025
ભાવનગરમાં ૪૧,૨૫૭ એકરમાં ૫૦,૬૩૬ લોકોએ પ્રાકળતિક ખેતી અપનાવી
રાજ્યપાલે ખેડૂતો અને અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૧ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ગઈકાલે ભાવનગર જિલ્લાની મુલાકાત દરમિયાન સર્કિટ હાઉસ ખાતે પ્રાકળતિક કળષિ સાથે સંકળાયેલા પ્રગતિશીલ ખેડૂતો, ખેડૂત ટ્રેનરો, સંયોજકો, સહસંયોજકો અને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.
રાજ્યપાલશ્રીએ પ્રાકળતિક કળષિનું મહત્વ સમજાવી, કઈ રીતે પ્રાકળતિક કળષિ કરવી, જીવામળત, ઘન જીવામળત વગેરે કેવી રીતે બનાવવું તે અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું. પ્રાકળતિક કળષિ ઉત્પાદનોનું વેચાણ વધારવા, ખેડૂતોની વસ્તુઓ વેચવા માટે જગ્યા ફાળવવા માટે રાજ્યપાલશ્રીએ અધિકારીઓને સૂચન કર્યું હતું. આ બેઠકમાં ખેડૂતોએ પ્રાકળતિક ખેતી સંદર્ભે પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા.
આ બેઠકમાં આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી જે.એન.પરમારે રાજ્યપાલશ્રી સમક્ષ માહિતી આપતાં જણાવ્યું કે, ભાવનગર જિલ્લામાં ખરીફ ઋતુમાં કુલ- ૨,૫૩૭ ક્લસ્ટર બેઝ તાલીમમાં ૩૯,૪૦૦ ખેડૂતોને તાલીમ આપવામાં આવી છે, તેમજ જિલ્લામાં ૪૧,૨૫૭ એકરમાં કુલ-૫૦,૬૩૬ લોકોએ ઙ્કાકળતિક ખેતી અપનાવી છે.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટર આર. કે. મહેતા, ઇ.ચા.જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકી, નાયબ બાગાયત નિયામક એમ.બી. વાઘમશી, જયપાલભાઈ ચાવડા સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ, પ્રગતિશીલ ખેડૂતો, ટ્રેનરો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
(12:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
