તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Thursday, 16th January 2025
મોરબીના ટીંબડીના પાટીયે ‘હિટ એન્ડ રન': ટ્રાન્સપોર્ટ સંચાલક યુવાનનું મોત
મુળ હરિયાણાના યોગેશ શર્મા હાલ મોરબી રહેતાં હતાં: રાજકોટમાં દમ તોડતાં પરિવારમાં અરેરાટી

રાજકોટ તા. ૧૬: મોરબીના ટીંબડી ગામના પાટીએ હિટ એન્ડ રનની ઘટનામાં મુળ હરિયાણાના અને હાલ મોરબી રહેતાં ટ્રાન્સપોર્ટ સંચાલક યુવાનનું મોત થયું છે.
જાણવા મળ્યા મુજબ મોરબીમાં લાલપર રોડ પર સિરામીક સીટી સોસાયટીમાં રહેતો યોગેશભાઇ બજરંગભાઇ શર્મા (ઉ.વ.૩૨) નામનો યુવાન રાતે સાડા અગિયારેક વાગ્યે મોરબી લક્ષ્મીનગર હાઇવે પર આવેલા પોતાના હેમકુંડ ટ્રાન્સપોર્ટ નામની ઓફિસેથી મોટરસાઇકલ હંકારી મોરબી ઘરે જવા નીકળ્યો ત્યારે રસ્તામાં ટીંબડીના પાટીયે અજાણ્યો વાહનચાલક બાઇકને ઉલાળીને ભાગી જતાં યોગેશભાઇને ગંભીર ઇજાઓ થતાં મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ સવારે દમ તોડી દેતાં પરિવારજનોમાં કલ્પાંત સર્જાયો હતો.
હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, અશ્વિનભાઇ રાઠોડ, તોૈફિકભાઇ, ભાવેશભાઇ, ધર્મેન્દ્રભાઇએ મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર યોગેશભાઇ મુળ હરિયાણાનો વતની હતો. તે બે ભાઇ અને એક બહેનમાં નાનો હતો. તેના લગ્ન પાંચ વર્ષ પહેલા થયા હતાં. બનાવને પગલે પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી. મોરબી તાલુકા પોલીસે અકસ્માત સર્જી ભાગી ગયેલા વાહનચાલક અંગે તપાસ હાથ ધરી છે.
(2:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
