News of Monday, 13th January 2025
ઢુવા ચોકડીએ રિક્ષાને વાહને ઉલાળતાં ચાર બહેનના એકના એક ભાઇ માટેલના દિનેશભાઇ ચાવડાનું મોત
ઇજાગ્રસ્ત મળ્યા બાદ રાજકોટમાં સારવાર દરમિયાન રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દમ તોડયો

રાજકોટ તા. ૧૩: મોરબીની ઢુવા ચોકડી નજીક રિક્ષાને કોઇ વાહને ઠોકરે ચડાવતાં રિક્ષા ઉંધી વળી જતાં ચાલક માટેલ રહેતાં દિનેશભાઇ સોમાભાઇ ચાવડા (ઉ.વ.૩૫)નું ગંભીર ઇજા થતાં મોત થયું છે.
દિનેશભાઇ ચાવડા ગત ૧૧મીએ રિક્ષા લઇને નીકળ્યા તયારે સાંજે સાડા સાતેક વાગ્યે ઢુવા ચોકડીએ બંધુનગર નજીક રિક્ષા પલ્ટી ખાઇ જતાં તેઓ ઇજાગ્રસ્ત હાલતમાં મળ્યા હતાં. સગાને જાણ થતાં મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ ગત સાંજે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, અશ્વિનભાઇ, ભાવેશભાઇ, તોૈફિકભાઇ, ધર્મેન્દ્રભાઇએ મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી.
મૃત્યુ પામનાર ચાર બહેનના એકના એક ભાઇ અને પરિવારનો આધારસ્તંભ હતાં. સંતાનમાં બે પુત્રી છે. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.
(11:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
