<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th January 2025

શિયાળાની સિઝન દરમિયાન ફળોના ભાવમાં ફેરફાર: જાણો ગોંડલ માર્કેટિંગયાર્ડમાં આજે શું હતા ફળોના ભાવ

જામફળનો ભાવ 300થી 1000, દાડમ 600થી 1500, સફરજન 2000થી 2600, ટેટી 200થી 600 રૂપિયા ભાવ બોલાયો : જાણો અન્ય ફળોના ભાવ

ગોંડલ : વર્ષ દરમિયાન સિઝન પ્રમાણે ફળોની આવક અને ઉત્પાદનના આધારે તેના ભાવ નક્કી કરવામાં આવતા હોય છે. જેમાં ખાસ કરીને શિયાળાની સિઝન દરમિયાન ફળોના ભાવમાં ફેરફાર થતા હોય છે. આજે અમે તમને ગોંડલ માર્કેટિંગ યાર્ડના આજના ફળના ભાવ વિશેની માહિતી આપીશું.

આજે ગોંડલ માર્કેટિંગયાર્ડમાં જામફળનો ભાવ 300થી 1000, દાડમ 600થી 1500, સફરજન 2000થી 2600, ટેટી 200થી 600, પપૈયા 400થી 500, બોર 400થી 700, કેળા 450થી 550, તરબૂચ 80થી 140 અને માલટા 500થી 900 જોવા મળ્યો છે.

(7:26 PM IST)