News of Sunday, 12th January 2025
મોરબીના હળવદ પંથકમાં પિતા-પુત્રે ૧૩ ગાયોની કતલ કરી નાંખી હતીઃ ફરીયાદ દાખલ
માળિયા મિયાણાના ખાખરેચી ગામના માલધારીઓએ ચીખલી ગામના પિતા-પુત્રને તેની પ૦ ગાયોને ચરાવવા માટે આપી હતી, જે પૈકી ૧૪ ગયા પરત ન આપતા ફરીયાદ નોંધાઇ

મોરબીઃ હળવદ પંથકની ગૌમાતાની કત્લેઆમ થઈ હોવાનું સામે આવ્યું છે. માળિયા પંથકમાંથી 13 ગાયોને ગુમ કરી તેની કતલ કરનાર પિતા- પુત્રે હળવદ પંથકમાંથી પણ 45 ગાયો ગુમ કરીને તેની હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે.
માળિયા મિયાણાના ખાખરેચી ગામના માલધારીઓએ ચીખલી ગામના પિતા-પુત્રને તેની 50 જેટલી ગાયોને ચરાવવા આપી હતી. જે પૈકી 14 જેટલી ગાય પરત ન આપતા ફરિયાદ નોંધાવી હતી. બાદમાં પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, 14 ગાયો વેચી નાખવામાં આવી હતી. જે ચાર શખ્સોએ આ ગાયો ખરીદી તેઓ 13 ગાયોની કતલ કરી નાખી હતી. માળિયા તાલુકા પોલીસે મુસ્તાક આમીનભાઈ લધાણી અને આમીન કરીમભાઈ લધાણી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. અન્ય ચાર શખસોના નામ પણ ખુલતા તેની સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે.
(1:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
