<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th January 2025

સાવરકુંડલામાં અપહરણના ગુન્‍હામાં ૪ ને ઝડપી લેતી એલસીબી પોલીસ

 

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ૧૧: સાવરકુંડલા ટાઉનમાંથી થયેલ અપહરણના ગુનાનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી આરોપીઓને અમરેલી એલ.સી.બી. ટીમે પકડી પાડેલ છે.

વિપુલભાઈ લખમણભાઈ પાઘડાળ, ઉ.વ.૪૨, રહે. સાવરકુંડલા, જેસર રોડ, તા.સાવરકુંડલા, જિ.અમરેલી વાળાએ જાહેર કરેલ કે પોતાના કુટુંબી ભાઈ ભરતભાઈ વશરામભાઈ પાઘડાળને ત્રણ અજાણ્‍યા આરોપીઓએ સ્‍વીફટ કાર રજી. નં.જી.જે. ૦૩ એચ.એ. ૮૧૩૪ માં ભરતભાઈને બળજબરી પુર્વક બેસાડી, તેનું અપહરણ કરી ગયા હોય.

ભાવનગર રેન્‍જ આઈ.જી. તથા  અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત ની સુચના અન્‍વયે સાવરકુંડલા ડીવીઝનના મ.પો.અધિ. વલય વૈદ્યની રાહદબરી હેઠળ  પોલીસ ઇન્‍સ. શ્રી આર.ડી.ચૌધરી (૧) તેજપાલસિંહ ગુલાબસિંહ જાડેજા, ઉ.વ.૩૧, રહે.નાના ઇંટોળા, તા.પડધરી, જિ.રાજકોટ. (૨) ભાગ્‍યપાલસિંહ મહેન્‍દ્રસિંહ જાડેજા, ઉ.વ.૨૫, રહે.મેટોડા, જી.આઇ.ડી.સી., આસ્‍થા રેસીડન્‍ટ, તા.લોધીકા, જિ.રાજકોટ. (૩) કિશોર નારણભાઈ પંપાણીયા, ઉ.વ.૩૨, રહે.ખીરચરા ઘેડ, તા.કેશોદ, જિ.જુનાગઢ. (૪) પિયુષ રામજીભાઈ સાવલીયા, ઉ.વ.૪૨, રહે.સુરત, પાસોદરા પાટીયા, સૌરાષ્‍ટ્ર ટાઉન શીપ, તા. કામરેજ, જિ.સુરત. મુળ રહે.સરસઈ (ગોરખપરા), તા.વિસાવદર, જિ.જુનાગઢની ધરપકડ કરી છે. આરોપીઓને આગળની કાર્યવાહી થવા સાવરકુંડલા ટાઉન પોલીસ સ્‍ટેશનમાં સોંપી આપવામાં આવેલ છે.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત ેની સુચના અને માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા ડીવીઝનના મ.પો.અધિ. વલય વૈદ્ય તથા અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ. એ.એમ.પટેલ, એસ.ઓ.જી. પોલીસ ઇન્‍સ. આર.ડી. ચૌધરી તથા સાવરકુંડલા ટાઉન પો.સ્‍ટે. પો.ઈન્‍સ. સી.એસ.કુગસીયા તથા એલ.સી.બી. પો.સ.ઈ. એસ.આર.ગોહિલ તથા એલ.સી.બી., એસ.ઓ.જી. તથા સાવરકુંડલા ટાઉન પોલીસ ટીમ દ્વારા કરવામાં આવેલ છે.

(1:33 PM IST)