News of Friday, 10th January 2025
મોરબીના નાની વાવડી ગામ નજીક ફરી દિપડાએ દેખા દીધી.
સ્થાનિકો મુજબ સીમમાં રોજડાનું મારણ પણ કર્યું : દિપડાના પગના નિશાનો પણ દેખાઈ આવતા હાલ લોકોમાં ડરનો માહોલ

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબીના ગ્રામ્ય વિસ્તારોમાં દિપડો ચડી આવ્યો છે. અને સૌથી પહેલા મોરબીના રાજપર ગામે આ દિપડાએ દેખા દીધી હતી. ત્યારે ફરી એકવાર મોરબીના નાની વાવડી ગામે દિપડા જોવા મળ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના નાની વાવડી ગામે ખેત મંજૂરે દિપડો જોયો હતો. આ દિપડાએ નાની વાવડી ગામની સીમમાં રોજડાનું મારણ પણ કર્યું હોવાની વિગતો સ્થાનિકો પાસેથી જાણવા મળી હતી. અને દિપડાના પગના નિશાનો પણ દેખાઈ આવતા હાલ લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. દિપડાએ દેખા દેતા પહેલા તો ખેડૂતો ડરીને ભાગી ગયા હતા અને બાદમાં ગ્રામજનો અને વન વિભાગને જાણ કરી હતી.સ્થાનિકના જણાવ્યા પ્રમાણે વન વિભાગના કર્મચારીએ જણાવ્યું હતુ કે, હવે ફરી વાર દિપડો જોવા મળે તો તાત્કાલિક વન વિભાગને જાણ કરવી જેથી વન વિભાગ આ દિપડાને પકડવા માટે પ્રયત્નો હાથ ધરશે.
(8:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
