News of Thursday, 9th January 2025
અમરેલીમાં ધરણામાં મોટી સંખ્યામાં આગેવાનો જોડાયા

અમરેલીઃ ચકચારી પત્રકાંડમાં પુર્વવિપક્ષ નેતા પરેશ ધાનાણી અને વિરજીભાઈ ઠુંમ્મરના નેતળત્વમાં પીડીત પાયલને ન્યાય આપવા ન્યાયિક નારી સ્વાભિમાન આંદોલન સાથે રાજકમલ ચોકમાં અખંડ ૨૪ કલાક ઘરણાનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. ધરણામાં કોંગ્રેસના શંભુભાઈ દેસાઈ, સુરેશભાઈ કોટડીયા, શરદભાઈ ધાનાણી, સંદિપભાઈ ધાનાણી,રફીકભાઈ મોગલ, નરેશભાઈ અધ્યારૂ,નંદલાલ ભડકણ, કોગ્રેંસના સહિત પુર્વ પ્રમુખ જે.ડી.પટેલ,જી.પં. વિપક્ષનેતા જે.પી.મારડીયા, તાલુકા કોંગ્રેંસ પ્રમુખ દિપક વસોયા, પ્રવિણભાઈ ગઢીયા, અશોકસિંહ જાડેજા સાવરકુંડલા, ફીરોજ અપને,જીતુભાઈ પટેલ, રમેશ રબારી, સંદિપ કાલરીયા, ભાવેશ ત્રાપસીયા, દેવજીભાઈ સેંજલીયા, પંકજભાઈ, અમિતભાઈ ધાનાણી, મનસુખભાઈ કથીરીયા,આકાશ કાનપરીયા, અરવિંદભાઈ ગોંડલીયા, જગદીશભાઈ ડાભી, ટીકુભાઈ વરૂ સહિતના આગેવાનો ધરણામાં બેઠા હતા. આ કાર્યક્રમમાં જીલ્લાભરના કોગ્રેંસના આગેવાનો અને કાર્યકરો ઉમટી પડયા હતા. બીજી તરફ પોલિસે પણ કડક બંદોબસ્ત જાળવી રહેલ છે. (તસ્વીર અહેવાલઃ અરવિંદ નિર્મળ, અમરેલી)
(1:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
