News of Tuesday, 3rd December 2024
અમરેલીમાં દિલીપભાઇ સંઘાણીનું ગ્લોબલ અધિવેશન માટે સન્માન

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ૩ : સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આગામી વર્ષ -૨૦૨૫ ને રાષ્ટ્રિય-આંતરરાષ્ટ્રિય સહકારી વર્ષ તરીકે ઘોષિત કરવા સાથે ભારત મંડપમૂ- ન્યુ દિલ્હી ખાતે દેશના જનપ્રિય વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્રારા આઈ.સી.એ. ગ્લોબલ કોન્ફરન્સનો પ્રારંભ કરવામા આવેલ જેમા ગળહ-સહકાર મંત્રી અમીતભાઈ શાહ, ભુતાનના વડાપ્રધાન એચ.ઈ.દાસો શેરીંગ ટોબગે, ફિજીના નાયબ વડાપ્રધાન એચ.ઈ.માનો કામીકામીકા, આઈ.સી.એ.ના પ્રમુખ એરીયલ ગ્વારકો, આઈ.સી.એ.ના ડાયરેકટર જનરલ જેરોન ડગ્લાસ, આઈ.સી.એ.એ.પી.ના અધ્યક્ષ ડો.ચંદ્રપાલસિંહ, નાફસ્કોબના અધ્યક્ષ રવિન્દ્ર રાવ, નાફસ્કોબના સી.ઈ.ઓ. ભીમા સુબ્રમણ્યમ્ સહિત વિશ્વના ૧૦૭ દેશના સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
કોન્ફરન્સનું આયોજન વિશ્વની સૌથી મોટી કો-ઓપરેટીવ સંસ્થા ઈફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી દ્વારા સફળતાપુર્વક પુર્ણ કરવા બદલ અમરેલી ખાતે અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલીયાની અધ્યક્ષતામાં ટીમ સહકાર દ્વારા સાલ-સોગાત અર્પણ કરી મો મીઠા કરી અભિવાદ કરવામાં આવેલ હતુ. ટીમ સહકારના અશ્વિનભાઈ સાવલીયા, જેન્તીભાઈ પાનસુરીયા, અરૂણભાઈ પટેલ, ડો.આર.એસ. પટેલ, વી.ડી.નાકરાણી, પ્રવિણભાઈ માંગરોળીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
(1:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
