News of Tuesday, 3rd December 2024
લીમડી યાર્ડમાં રોજ ૧૦૦૦ મણ જેટલા કપાસની આવક

વઢવાણ, લીંબડી માર્કેટિંગ યાર્ડ ખાતે લાભ પાંચમથી કપાસની હરાજી અને ખરીદી શરૂ કરવામાં આવી છે. હાલ રૂ.૧૩૦૦થી રૂ.૧૪૮૦ ઊંચા ભાવે કપાસની ખરીદી કરવામાં આવી રહી છે. એપીએમસીમાં ચાલુ દિવસોમાં રોજ ૧૦૦૦ મણ જેટલા કપાસની આવક થઈ રહી છે. ગ્રામિણ વિસ્તારોમાં છૂટક વેપારીઓ ઓછી કિંમતે કપાસની ખરીદી કરતા હોવાની ફરિયાદો ઊઠી રહી છે. કપાસ પકવતા ખેડૂતોને પૂરતા ભાવ મળી રહે તે જરૂરી છે. આ અંગે લીંબડી એપીએમસીના સેક્રેટરી દિલીપસિંહ રાણાએ જણાવ્યું હતું કે ગામડાના ખેડૂતોએ ઓછા ભાવે કપાસ વહેંચવો નહીં.લીંબડી માર્કેટિંગ યાર્ડ ખાતે સીસીઆઈ દ્વારા સારાં, સૂકા, પાણી વગરના કપાસના ૧ મણે રૂ.૧૪૮૪ ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે. લીંબડી માર્કેટિંગ યાર્ડમાં રૂ.૧૪૮૪ ટેકાના ભાવે ૨૦૦ ક્વિન્ટલ કપાસની ખરીદી કરવામાં આવી છે.
(11:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
