News of Thursday, 28th November 2024
કચ્છના ભૂટકીયા ગામ પાસે છોટા હાથી અને બાઇક ટકરાતાં કાકા - ભત્રીજીના મોત

(ભુજ) કચ્છના રાપર તા.ના ભૂટકીયા ગામ પાસે છોટા હાથી અને બાઇક વચ્ચે ટક્કર થતાં બે જણના અરેરાટીભર્યા મોત નીપજ્યા હતા.
બાઇક ઉપર સવાર મનજી વેલાભાઇ રબારી અને તેમની ૭ વર્ષની ભત્રીજી સતીબેન નાગજી રબારીનું કરુણ મોત નિપજ્યું હતું. જ્યારે મળતક બાઈક સવાર સાથે પાછળ બેઠેલા તેમના બહેન જીવતીબેનને ઈજા થઈ હતી.
આ અકસ્માતમાં છોટાહાથીના ચાલક ભીખા અમરા સોલંકી પણ ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા. બન્ને ઇજાગ્રસ્તો સારવાર હેઠળ છે. પોલીસે અકસ્માતનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
(10:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
