તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Saturday, 10th August 2024
ઉપલેટાના શખ્સની હત્યાના ગુનામાં ધોરાજી કોર્ટ દ્વારા આરોપીને આજીવન કેદ

(ધર્મેન્દ્ર બાબરીયા-કિશોર રાઠોડ દ્વારા)ધોરાજી,તા. ૧૦: ઉપલેટા શહેરમાં કાદી વિસ્તારમાં ગઈ તારીખ ૭ ૧૨ ૨૦૨૦ના સૌપ્રથમ ડોક્ટર દલસાણીયાના હોસ્પિટલ ઉપર સ્વામિનારાયણ સોસાયટીમાં રહેતા મરણ જનાર અમિત મહેન્દ્રભાઈ પરમારને છરી લાગવાની ઈજાના સારવાર માટે લાવવામાં આવેલ તેમને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવેલ. તે દરમિયાન અમિતનું અવસાન થતાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે જે રાણાએ પ્રાથમિક તપાસ કરેલી અને ત્યારબાદ એલસીબી પીઆઇ એમ એન રાણાએ તપાસ કરી અને ચાર્જશીટ ફરમાવેલું હતું.
આ કેસ ચાલી જતા ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસેન મોહીબુલા શેખ સમક્ષ પુરાવો નોંધાયેલો અને દલીલો થતાં આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી.
આરોપી પક્ષે એવી બચાવ લેવામાં આવેલો હતો કે, મરણ જનારના શરીર ઉપર અને પ્રોસિટયુશનના કેસ પ્રમાણે માત્ર એક જ છરીનો ઘા મારવામાં આવેલો છે. સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ અને અન્ય ચુકાદાઓને ધ્યાને લઈ અને સિંગલ બ્લોનો કેસ હોય ત્યારે ખુંન કરવાનો ઇરાદો એટલે કે ધ્યાનથી મારી નાખવા માટે કરેલું કળત્ય ગણી શકાય નહીં અને આ બનાવને હળવાશથી લઈ જવો જોઈએ. આવેગ અને ક્રોધથી કરેલું કળત્ય છે તે ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૨ મુજબ તકસીરવાન ઠરાવી શકાય નહીં.
ફરિયાદ પક્ષ તરફે એડિશનલ પબ્લિક પ્રોસિકયુટર કાર્તિકેય પારેખ તરફથી દલીલ કરવામાં આવેલી હતી કે બનાવ આખો જોવામાં આવે તો છ નજરે જોનાર સાહેદ છે, સર્વોચ્ચ અદાલતના ચુકાદામાં ઠરાવેલું છે કે જ્યારે નજરે જુનાર સાહેદ હોય તેવા કિસ્સામાં આરોપીનો મોટીવ મહત્વનો રહેતો નથી, અને વિશેષ રીતે હાલના કિસ્સામાં આરોપી મરણ જનારના ઘરે ગયા હતા. આરોપીને તકરાર એવી હતી કે આરોપીના બહેન ને મરણજન સાથે મિત્રતા હતી. આ મિત્રતા નો સંબંધ આરોપીને પસંદ ન હતો તેથી લગભગ એક દોઢ કલાક સુધી આરોપીએ મરણ જનારના પરિવારને ધમકાવેલ અને પછી પોતે અચાનક ઊભો થઈને બહાર જતો રહેલ અને પછી છરી લઈને આવેલ અને આ છરી થી મરણ જનારના પેટમાં બુટ્ટી પાસે હુન્ડો ઘા મારી દીધેલો હતો. જેના કારણે મરણ જનારને વિશેષ રક્તષાાવ થયેલો અને મરણ જનારનું સારવાર દરમિયાન અવસાન થયેલું. સરકાર પક્ષે વિશેષ દલીલો કરેલી અને એક તબક્કે એવું પણ દલીલમાં જણાવેલું હતું કે કદાચ પોલીસની તપાસમાં કોઈ ક્ષતિ રહી જવા પામેલી હોય તો તેનો લાભ પણ આરોપીને મળી શકે નહીં, નજરે જોનાર સાહેદ ના જુબાનીઓમાં મેજર કોન્ટ્રાડીકશન ન હોય ત્યારે તેને ગ્રાહ્ય રાખવું પડે. અને સૌથી વધારે દુરાબાઈ વિરુદ્ધ સ્ટેટ ઓફ ઉત્તરપ્રદેશના ચુકાદાને ધ્યાને લઈ દલીલ કરેલી હતી કે જો નજરે ધોનાર સાહેદ નો પુરાવો વિશ્વાસપાત્ર હોય, તો અન્ય મુદ્દાઓ સાબિતીનો બોજો આરોપી પક્ષ પર શિફ્ટ થઈ જાય છે.
બંને પક્ષની દલીલો સાંભળી અને ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસેન મોહીબુલ્લા શેખે આરોપી હાર્દિક જીવા સોલંકીને આજીવન કેદની સજા ભારતીય દંડ સંહિતાનીકલમ ૩૦૨ માટે તથા દસ વર્ષની સજા ભારતીય દંડ સંહિતાની કલમ ૪૪૯ માટે અને ઈં ૮,૦૦૦ દંડ ફટકારેલ હતો
(11:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
